છેલ્લાં 50-50 વર્ષોથી બંધ હતું ઘર, જેવું ખોલ્યું બૂમાબૂમ કરવા લાગ્યો વ્યક્તિ

લંડનઃ યુકેમાં રહેતા અર્બન એક્સપ્લોરર એડમ માર્ક વિશ્વભરમાં ફરીને બંધ ઘરોની ખોજ કરે છે. તેઓ ઘર, મહેલો, હોસ્પિટલો, લાઈબ્રેરી અને અન્ય સ્થળે જઈને આવા વર્ષોથી બંધ પડેલા સ્થળોની અંદરની સ્થિતિ નિહાળે છે તથા તેનો વીડિયો બનાવે છે. તાજેતરમાં તેઓ સ્કૉટલેન્ડના એક ઘરે પહોંચ્યા હતા. વર્ષોથી બંધ આ ઘરને ખોલતા જ તેમના મોઢામાંથી ચીખ નીકળી હતી.

સોશિયલ મીડિયા પર અર્બન એક્સપ્લોરર એડમ માર્કનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. તેઓ પોતાના ટ્રાવેલ અને એક્સપ્લોરેશનના વીડિયો બનાવી યુટ્યૂબ પર પણ અપલોડ કરે છે. અમુક સમય અગાઉ તેમણે સ્કોટલેન્ડના એક ઘરને ખોલી તેનો વીડિયો બનાવ્યો હતો. મહેલનુમા ઘર 5 દાયકાઓથી એટલે 50 વર્ષથી બંધ હતું.

એડમ માર્કને આ ઘરની અંદરથી 1970ના દસ્તાવેજ અને અન્ય સામાન પણ મળ્યો હતો. આ ટ્રિપમાં તેમને એ ના સમજાયું કે પરિવારે આ મોટું ઘર શા માટે છોડ્યું હશે. એડમ માર્કે આ ઘરમાં ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈ હતી. તેમને ઘરના રસોડામાં એક બિલાડી જોવા મળી હતી. જોકે મૃત બિલાડી મમી બની ચૂકી હતી. જે જોઈ એડમના મોઢામાંથી ચીખ નીકળી હતી.

50 વર્ષથી ઘર બંધ રહેતા તેની અંદરનો નજારો ઘણો બિહામણો લાગી રહ્યો હતો. ડાઈનિંગ ટેબલ પર પ્લેટ્સ જોઈ એવું લાગે છે કે 50 વર્ષ અગાઉ અહીં રહેતા લોકો ભોજનની તૈયારી કરી રહ્યાં હતા. જોકે અચાનક તેઓ ઘર છોડીને શા માટે ગયા તે એડમને સમજાયું નહીં.

એડમ માર્કને દાયકાઓથી બંધ ઘરમાં એક વિચિત્ર અને બિહામણી દેખાડી ઢીંગલી પણ મળી આવી હતી. એડમ આ બધી વસ્તુઓ જોઈ ચોંક્યા હતા.