‘રામાયણ’ની કૈકઈ ભારતમાં નથી રહેતી પરંતુ આ દેશમાં જીવે છે કંઈક આ હાલતમાં

મુંબઈઃ રામાનંદ સાગરની ‘રામાયણ’માં કૈકઈનું પાત્ર ભજવીને ચર્ચમાં આવેલી પદ્મા ખન્નાએ માર્ચમાં પોતાનો 71મો બર્થડે ઉજવ્યો હતો. પદ્માએ રામાયણમાં કૈકઈનું પાત્ર એટલું સુંદર ભજવ્યુ હતુ કે લોકો તેને અસલ જીવનમાં પણ કૈકઈનાં નામથી જ ઓળખતા હતા. લાંબા સમયથી અભિનયથી દૂર રહેલી પદ્મા ભારતમાં રહેતી નથી. વર્ષો પહેલાં જ તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી.

33 વર્ષ પહેલાં શરૂ થયેલી રામાયણમાં કૈકઈનું પાત્ર ભજવનારી પદ્મા ખન્ના હવે આવા દેખાય છે. પદ્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુકે, લગ્ન બાદ પતિની સાથે તેને અમેરિકા જવું પડ્યુ હતુ. ત્યારબાદ બાળકોને ભણતરને કારણે તે ભારત આવી શકી ન હતી. પદ્માને એક પુત્ર છે, જેનું નામ અક્ષર છે, આ ઉપરાંત તેના પતિનાં પહેલાં લગ્નથી એક પુત્રી છે. જેનું નામ નેહા છે.

kh

લગ્ન બાદ અમેરિકા શિફ્ટ થઈ ગયેલી પદ્માએ ત્યાં ‘ઈન્ડિયાનિકા’ નામની ડાન્સ એકેડેમી ખોલી હતી, જેમાં તે બાળકોથી લઈને મોટાને ક્લાસિકલ ડાન્સ શીખવાડતી હતી. પદ્માએ ડાંસ એકેડમી પોતાના પતિની સાથે મળીને ખોલી હતી. પરંતુ થોડા વર્ષો પહેલાં તેના પતિનું અવસાન થયુ હતુ. એવામાં ડાન્સ એકેડેમી અને ઘર બંનેની જવાબદારી તેની ઉપર આવી ગઈ હતી.

પદ્મા પુત્ર અને પુત્રીની સાથે મળીને ડાન્સ એકેડેમી ચલાવી રહી છે. હાલમાં આ જ એકેડેમી તેમની આવકનો સ્ત્રોત છે. પદ્મા એક ટ્રેઈન્ડ ડાન્સર છે. ફક્ત 7 વર્ષની ઉંમરમાં જ પંડિત બિરજુ મહારાજ પાસેથી કથકની ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધુ હતુ અને 12 વર્ષે તો સ્ટેજ પર્ફોર્મન્સ આપવા લાગી હતી.

પદ્માએ આમતો અભિનયની શરૂઆત 12 વર્ષની ઉંમરમાં ભોજપુરી ફિલ્મ ‘ભૈયા’થી કરી હતી. પરંતુ તેને પોતાની કરિયરનો પહેલો બ્રેક 1970માં મળ્યો હતો. તે વર્ષે તેને ફિલ્મ ‘જૉની મેરા નામ’માં એક ડાન્સ નંબર કરવાની તક મળી હતી. ફિલ્મ ‘પાકીઝા’માં પદ્માને મીનાકુમારીની બોડી ડબલ કરવાનો રોલ મળ્યો હતો.

વાસ્તવમાં મીનાના પતિ કમાલ અમરોહી ફિલ્મ ‘પાકિઝા’ બનાવી રહ્યા હતા. તે દરમ્યાન મીના કુમારી બીમાર પડી ગઈ હતી અને તે શૂટિંગમાં આવી શકી નહોતી. એવામાં જ મીના કુમારીનાં બૉડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મનાં ગીતો ‘ઈન્હી લોગોને’ અને ‘ઠાઢે રહિયો’માં કેમેરાનો એન્ગલ બદલીને પદ્માને જ મીના કુમારી તરીકે બતાવવામાં આવી હતી.

પદ્માએ બોલીવુડનાં ઘણા પોપ્યુલર કેબ્રે ડાંસર આપ્યા છે. ‘જોની મેરા નામ’(1970)માં તેમની ઉપર ફિલ્માવવામાં આવેલું ‘હુસ્નકે લાખો રંગ’ આજે પણ ફેમસ ડાન્સ નંબર્સમાં ગણાય છે. તેના સિવાય તેણે ‘કશમકશ’ (1973)માં ‘પ્યાર તુજે એસા કરુંગી સનમ’ અને ‘ગરીબી હટાવો’ (1973)માં ‘રાત હસી હે પ્યાર જવા હે ‘ જેવાં બીજા ઘણા ડાન્સ કર્યા છે.

પદ્મા ‘ગંગા મૈયા તોહે પિયરી ચઢઈબો’, ‘બલમ પરદેસિયા’, ‘ધરતી મૈયા’, ‘દગાબાઝ બલમા’, ‘ભૈયા દૂજ’, ‘હે તુલસી મૈયા’ જેવી ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સોદાગર’માં અમિતાભ બચ્ચનની સાથે કામ કર્યુ હતુ.