હંમેશા સિમ્પલ લૂકમાં દેખાતી નતાશા રેડ થાઈ-સ્લિટ ડ્રેસમાં જોવા મળી, આવો હતો જલવો

મુંબઈ: બોલિવૂડ એક્ટર વરૂણ ધવને હાલમાં જ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરૂણની વાઈફ મોટાભાગે સિમ્પલ લૂકમાં જ જોવા મળી હોય છે, જોકે હાલમાં તેણે રેડ કલરના ડ્રેસ સાથે આગ લગાવી દીધી હતી. લગ્ન પછી વધુ એક વાર વરૂણની પત્ની નતાશા મુંબઈમાં સ્પોટ થઈ હતી.

નતાશા મુંબઈના બાન્દ્રામાં એક બેકરી બહાર જોવા મળી હતી. નતાશાએ રેડ કલરનો ટાઈટ થાઈ-સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. આ આઉટફીટ સાથે નતાશાએ ન્યૂડ બ્લોક હીલ્સ અને સ્લિંગ બેગ કેરી કરી હતી.

નતાશાના હાથમાં ફરી વ્હાઈટ ચુડો જોવા મળ્યો હતો. ત્રણ-ચાર દિવસ પહેલાં જ્યારે તે સલૂનની બહાર સ્પૉટ થઈ હતી ત્યારે પણ તેને હાથમાં વ્હાઈટ ચુડો પહેર્યો હતો. જોકે ત્યારે તે સાવ સિમ્પલ લૂકમાં હતી.

નોંધનીય છે કે વરૂણ અને નતાશાના લગ્ન હાલમાં 24 જાન્યુઆરીએ અલીબાગમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં થયા હતા. તેના લગ્નની ચર્ચાઓ ખૂબ થઈ હતી. તેની તસવીરો પણ વાઈરલ થઈ હતી.

નતાશા વરૂણની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. જોકે નતાશાને લાઈમલાઈટ પસંદ નથી, એટલા માટે જ લગ્ન પહેલાં તેના વરૂણ સાથે ખૂબ જ ઓછા ફોટો જોવા મળશે.

નતાશા ફેશન ડિઝાઈનર છે. નતાશા દલાલ લેબલ નામથી પોતાનું ડિઝાઈન હાઉસ છે, જે બ્રાઈડલ આઉટફીટ માટે પૉપ્યુલર છે.