પૈસાદાર મહિલાએ બોયફ્રેન્ડને આપે છે 11 લાખ રૂપિયાનો પગાર, કરાવે છે આવા કામો

એક 44 વર્ષીય પૈસાદાર ઘરની મહિલાએ પોતાનાથી 15 વર્ષ નાનો બોયફ્રેન્ડ બનાવ્યો છે. એટલું જ નહીં મહિલા આ બોયફ્રેન્ડને મહિલાને 11 લાખ રૂપિયાનો પગાર પણ ચૂકવે છે. આ પગારના બદલામાં અમીર મહિલા તેના બોયફ્રેન્ડ પાસેથી પોતાની મરજીના કામ કરાવે છે. ખુદ મહિલાએ સોશ્યલ મીડિયા પર આ રિલેશન અંગે ખુલાસો કર્યો હતો. સાથે તે બોયફ્રેન્ડ પાસ કેવા કામ કરાવે છે તે પણ જણાવ્યું હતું.

જૂલી નામની મહિલા 44 વર્ષની છે અને તેણે 29 વર્ષનો બોયફ્રેન્ડ રાખ્યો છે. જૂલીએ ખુદ સોશિયલ મીડિયા પર આ સંબંધ વિશે જાણકારી આપી છે. જૂલીએ જણાવ્યું કે, તે પોતાના 15 વર્ષ નાના બોયફ્રેન્ડને ફિક્સ પગાર આપે છે, જેથી તે તેની પાસે ગમે તે કામ કરાવી શકે.

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો સંબંધ એકબીજાની પસંદ પર આધારિત હોય છે પરંતુ આ સંબંધનો પાયો બંનેનો પ્રેમ નહીં પરંતુ માત્ર જરૂરીયાત છે. એટલે કે જૂલીનો બોયફ્રેન્ડ પગાર માટે તેની સાથે રહે છે અને તે જે કહે તે કરવા માટે મજબૂર હોય છે.

મહિલાએ પોતાના સંબંધ વિશે @julie.withthebooty નામથી ટિકટોક એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી જાણકારી આપી કે તે પોતાના બોયફ્રેન્ડને તે દરેક વસ્તુ લાવીને આપે છે, જે તેને જોઈએ. તે એક મહિનામાં પગાર તરીકે તેના પર 15 લાખ સુધીનો ખર્ચ કરે છે એટલે કે વાર્ષિક બોયફ્રેન્ડ પર 1 કરોડ 80 લાખનો ખર્ચ કરે છે.

જૂલીએ જ્યારે આ વીડિયો અપલોડ કર્યો તો તમામ યૂઝર્સ તેને સવાલો પૂછવા લાગ્યા. એક યૂઝર્સે સવાલ કર્યો કે સેલેરીના બદલામાં તેણે શું-શું કરવું પડે છે. જૂલીએ કહ્યું- મને જે જોઈએ તે બધુ કરવું પડે છે.

The Sun ના રિપોર્ટ પ્રમાણે જૂલી પોતાના બોયફ્રેન્ડ પાસે ભોજન બનાવવાથી લઈને પૂલની સફાઇ સુધી, ઘરના તમામ કામ કરાવે છે પરંતુ એકવાર તેનો બોયફ્રેન્ડ પૂલ સાફ કરવાનું ભૂલી ગયો તો તેનો પગાર કાપી દીધો.