પતિએ પ્રેમથી આપ્યું ગુલાબ તો પત્નીનો જવાબ સાંભળીને લોકોએ માથું પકડી લીધું!

હાલમાં સો.મીડિયાાં એક રોમેન્ટિક વીડિયો વાઇરલ થયો છે. વીડિયો જોઈને લોકો અવનવા રિએક્શન આપી રહ્યા છે. વીડિયો પાકિસ્તાનનો છે. વાઇરલ વીડિયોમાં એક પતિ પોતાની પત્નીને ખુશ કરવા માટે સરપ્રાઇઝ પ્લાન કરે છે, પરંતુ તેની પત્ની કંઈક અલગ જ રિએક્શન આપે છે.

સૂત્રોના મતે, આ વીડિયો લાહોરમાં રહેતા બિલાલ ખાનનો છે. બિલાલે સો.મીડિયામાં આ વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં તે પોતાની બેગમ દુઆ સિદ્દીકીને ગુલાબ આપીને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.

શું છે વીડિયોમાંઃ વાઇરલ વીડિયોમાં એક વ્યક્તિ કારમાં બેઠેલી જોવા મળે છે. તે બજારમાંથી સામાન ખરીદીને આવે છે અને ઘરની બહાર બેગમને બોલાવે છે.

જ્યારે બેગમ સામાન લેવા નજીક આવે છે તો બિલાલ ગુલાબનું ફૂલ આપે છે. આ જોઈને બેગમ શરમાઈ જાય છે. તે હસીને કહે છે, મટન ચૂલા પર છે અને અહીંયા તેમનો પ્રેમ પૂરો જ નથી થતો.

વીડિયો વાઇરલ થયોઃ બિલાલે આ વીડિયો 23 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કર્યો હતો. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે તમે બંને સાચા પતિ-પત્ની છો અને સાથે ઘણાં જ ક્યૂટ લાગો છો. અન્ય એક યુઝરે કહ્યું હતું કે આ વીડિયો રોમેન્ટિક હોવાની સાથે સાથે ફની પણ છે.