લગ્ન પછી પત્નીને ફરી દુલ્હનની જેમ સજીધજીને કરી તૈયાર, પછી મિત્ર સાથે મળીને ઉતારી મોતને ઘાટ

મધ્યપ્રદેશમાં એક હેરાન કરતી દેતી ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પોતાની પ્રેમભરી જિંદગીનો ખોફનાક રીતે અંત લાવ્યો હતો. યુવકે પહેલા પોતાની પત્નીને દુલ્હનની જેમ સજીધજીને તૈયાર કરી હતી. પછી મિત્ર સાથે મળીને મોતને ઘાટ ઉતારી હતી. આરોપી યુવક એક દિવસ પહેલાં જ પત્નીને પિયરથી તેડીને આવ્યો હતો.

આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાં મંગળવારે રાતે ત્રણ વાગ્યે સામે આવી હતી. નરેશ રાઠોર નામનો યુવક પોતાની પત્ની રિતિકાની હત્યા કરી નાખી હતી. આરોપીએ પહેલાં ખૂબ દારૂ પીધો હતો, ત્યાર પછી પત્નીને ખૂબ માર માર્યો હતો. ત્યાર પછી પોતાના મિત્રને બોલાવીને મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.આરોપી પોતાના બે વર્ષના દિકરાને પત્નીની લાશ પાસે મૂકીને રાત્રે જ પોલીસમાં હાજર થઈ ગયો હતો. ત્યાં જઈને પોલીસને કહ્યું કે સાહેબ ભૂલ થઈ ગઈ છે. મેં મારી પત્નીનું ખૂન કરી નાખ્યું છે. મારી ધરપડક કરી લો.

આરોપી એક ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે. નરેશ રાઠોર અને રિતિકાના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેમને એક બે વર્ષનો દિકરો પણ છે. રિતિકા છેલ્લાં એક વર્ષથી પિયરમાં રહેતી હતી. કેમ કે નરેશ તેને દહેજ માટે હેરાન કરતો હતો. નરેશ સતત રિતિકાના માતા-પિતા પાસે પૈસાની ડિમાન્ડ કરતો હોતો, એટલા માટે રિતિકા તેને છોડીને પિયર ચાલી ગઈ હતી.

આ ઘટનામાં મૃતક રિતિકાની માતા અહિલ્યા ગોસ્વામીએ જણાવ્યું હતું કે નરેશ દહેજનો લોભી હતો, જેના માટે તેણે તેની દિકરીને મારી નાખી છે. તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલા નરેશ અભ્યાસ માટે ઈન્દોર આવ્યો હતો અને તેની મુલાકાત મારી દિકરી રિતિકા સાથે થઈ હતી. લગ્ન પહેલા જ રિતિકાને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો. નરેશના પરિવારવાળા 10 લાખ આપીને મામલો પતાવી દેવા માગતા હતા, પણ પોલીસનું દબાણ વધ્યું તો જુલાઈ 2017માં નરેશે રિતિકા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી નરેશ અને તેના પરિવારવાળા દિકરીને દહેજ માટે હેરાન કરવા લાગ્યા હતા.