પતિ-પત્ની બંને છે ભણેલા-ગણેલા, એક ડોક્ટર તો એક પ્રોફેસર, હસતો રમતો પરિવાર પળવારમાં થયો વેર-વિખેર

હરિયાણાના રોહતકમાં એક ડોક્ટરે ઝેર પીને આપઘાત કરી લીધો. આ ઘટનાની જાણ ડોક્ટરની પત્નીને થતાં, ડોક્ટરની પત્ની પણ તેમની બંને દીકરીઓને લઇને વોટર ટેન્કમાં કૂદી ગઇ. જેમાં પત્ની અને નાની દીકરીનું મોત થઇ ગયું. જ્યારે મોટી દીકરી બચી ગઇ. તે તરીને ટેન્કની બહાર નીકળી ગઇ.

પોલીસના જણાવ્યાં મુજબ ડોક્ટર પ્રમોદ સહારણ રોહતકના હેલ્થ યુનિવર્સિટીની નર્સિગ કોલેજના પ્રોફેસર હતા. તેમણે બુધવારે સાંજે 6 વાગે કન્હેલી ગામ પાસે ઝેર પી લીધું હતું. ડોક્ટર પ્રમોદનો મૃતદેહ તેમની કારથી થોડે દૂર પડ્યો હતો. ડોક્ટરના ખિસ્સામાંથી ઝેરના પાઉચ મળી આવ્યાં હતા. ડોક્ટરની કારમાંથી પોલીસેને સુસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે તેમાં સુસાઇડના કારણનો કોઇ ઉલ્લેખ નથી.

ડોક્ટરની પત્નીએ લગાવી મોતની છલાંગ
ડોક્ટર પ્રમોદની સુસાઇડની ખબર મળતાં જ પત્ની મીનાક્ષી તેમની બંને દીકરીઓને સ્કૂટી પર બેસાડીને ઘરેથી નીકળી ગઇ અને સોનીપત રોડ સેક્ટર-2માં આવેલા વોટર ટેન્કમાં બંને દીકરીઓ સાથે છલાંગ લગાવી દીધી. નાની દીકરી અને મિનાક્ષીનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ ત થઇ ગયું, જ્યારે મોટી દીકરી ટેન્કમાંથી તરીને બહાર આવી. ડોક્ટરની પત્ની અને તેમની દીકરીનો મૃતદેહ વોટર ટેન્કમાંથી ગુરૂવારે બહાર કાઢવામાં આવ્યો.

સુસાઇ઼ડ નોટમાં શું લખ્યું હતું?
ડોક્ટર પ્રમોદ સહારણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘જિંદગીની ભાગદોડથી થાકી ગયો છું. ભગવાન જ મારા મૃત્યુ માટે જવાબદાર છે. મારા મોત માટે કોઇ અન્યને જવાબદાર ગણવામાં ન આવે. ડોક્ટર પ્રમોદ મૂળ રાજસ્થાનના રાજગઢ જિલ્લાના રહેવાસી હતા. તેમના લગ્ન ચરખીદાદરીની મિનાક્ષી સાંગવાન સાથે થયા હતા. મિનાક્ષી સરકારી સ્કૂલમાં બાયોલોજીની શિક્ષિકા હતી.