અચાનક જ ફેશનેબલ પત્ની થઈ ગઈ ગાયબ, પ્રેમી સાથે વગર લગ્ને રહેવા લાગી - Real Gujarat

અચાનક જ ફેશનેબલ પત્ની થઈ ગઈ ગાયબ, પ્રેમી સાથે વગર લગ્ને રહેવા લાગી

પત્નીની શોધમાં એક પાગલ યુવક છેલ્લાં દોઢ મહિનાથી ભટકી રહ્યો છે. એક બાજુ પતિ પોતાની પત્નીના પ્રેમમાં જમતો પણ નથી તો બીજી બાજુ પત્ની પ્રેમી સાથે સો.મીડિયામાં લાઇવ થઈને પતિને હેરાન કરે છે. બેબસ, લાચાર પતિ અનેક પોલીસ સ્ટેશન સુધી પત્ની ગુમ થયા હોવાની ફરિયાદ માટે દોઢ મહિનાથી ધક્કા ખાઈ રહ્યો છે. જોકે, હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી.

કહેવાય છે કે પટનાના ખગૌલના ગાડી ખાનામાં રહેતા અમરજીતના લગ્ન 9 મે, 2015ના રોજ બિહટાના મહાદેવ સ્થાનની પ્રિયંકા સાથે થયા હતા. છ વર્ષ સુધી તેમને સંતા ન થયું નહોતું અને આ વાત પર બંને વચ્ચે ઝઘડો થતો હતો. કેટલાંક લોકોએ એમ પણ કહ્યું કે પ્રિયંકા ઘણી જ ફેશનેબલ હતી. આ જ કારણે તેના સંબંધો અમરજીત સાથે સારા નહોતા. તેને સારા કપડાં પહેરવા તથા મોબાઈલ ચલાવવો ઘણો જ ગમતો હતો.

અમરજીત દાનાપુર સ્થિત સગુના ટર્નિંગ નજીક રેસ્ટોરાંમાં જોબ કરતો હતો. નોકરી કરીને જ્યારે અમરજીત ઘરે મોડો આવે અને જમીને સૂઈ જાય તે વાત પર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.

સાસરીયાએ પણ સાથ ના આપ્યોઃ 2 ઓગસ્ટના રોજ પ્રિયંકા અચાનક સાસરેથી ગાયબ થઈ ગઈ હતી. અમરજીતે શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈ ભાળ મળી નહોતી. પ્રિયંકા પોતાનો મોબાઈલ લઈને ગઈ હતી. પતિએ સાસરીયાને પત્ની ગાયબ હોવાની વાત કહી હતી. સાસરીયા ઉપરથી જમાઈ અમરજીત પર ભડકી ઉઠ્યા હતા અને ખરુખોટું સંભળાવ્યું હતું. 6 સપ્ટેમ્બરના રોજ પ્રિયંકાએ ફેસબુક પર પ્રેમી સાથે આવીને પતિને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે એકલા રહેવા માગું છું અને હવે મારી શોધ ના કરતા.

એફઆઇઆર નથી થઈઃ કહેવાય છે કે પ્રિયંકા બિહટાથી નૌબતપુર આવીને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. રોજ બસમાં ટ્રાવેલ કરતી હતી. પતિએ કહ્યું હતું કે કુંદન કુમાર નામનો યુવક તેની પત્નીને ફોસલાવીને ભગાડી ગયો છે. તો બીજી બાજુ સો.મીડિયામાં લાઇવ થઈને પ્રિયંકા કુમારી કહે છે કે તે એકલી રહેવા માગે છે. પત્નીને ઘરે લાવવા માટે પતિ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે.

You cannot copy content of this page