બાળકો ને પત્ની હોવા છતાંય આ પુરુષ પડ્યો અન્ય મહિલાના પ્રેમમાં અને હવે….

પાંચ બાળકોના માતાપિતા એક મહિલા સાથે પ્રેમમાં પડ્યા અને કપલે તેમના જીવનમાં ત્રીજી સ્ત્રીને હંમેશા માટે સામેલ કરી દીધી. હવે ત્રણેય પરિવારમાં છઠ્ઠા બાળકની રાહ જોઈ રહ્યા છે. આ વાર્તા છે અમેરિકાના કેલિફોર્નિયાના જેનિફર આર્મસ્ટીડ (34) અને તેના પતિ લેરોન આર્મસ્ટીડ (33) ની.

ખાનગી મીડિયાનાં અહેવાલ મુજબ, જેનિફર અને લેરન છેલ્લા 16 વર્ષથી લગ્ન જીવન જીવી રહ્યા છે. પરંતુ હવે એમિયા તેમની જીંદગીમાં સામેલ થયા બાદ પરિવાર છઠ્ઠા બાળકની રાહ જોઇ રહ્યો છે. એમિયા 5 અઠવાડિયાની ગર્ભવતી છે.

પહેલી વાર, લેરનની મુલાકાત 29 વર્ષીય એમિયા મુન્નીઘમ સાથે ફેસબુક પર થઈ હતી. બંને જલ્દી જ મિત્ર બની ગયા, અને પછી લેરને તેની પત્ની જેનિફર સાથે એમિયાને મળાવી. આ પછી, જેનિફર અને એમિયા પણ નજીક આવી ગયા હતા.

દંપતીએ કહ્યું કે તેણે એમિયાને મળતા પહેલા તેમના જીવનમાં ત્રીજા વ્યક્તિને શામેલ કરવા વિશે ક્યારેય ચર્ચા કરી નથી. જ્યારે એમિયા અગાઉ પણ એક કપલ સાથે રિલેશનશીપમાં હતી.

દંપતીએ જણાવ્યુ કે એમિયા સાથેની તેમની પહેલી મુલાકાતના માત્ર ચાર મહિના પછી જ તેમણે તેને તેના લગ્ન જીવનમાં કાયમ માટે શામેલ કરી. જેનિફરે જણાવ્યું હતું કે, જ્યારે પતિએ તેની એમિયા સાથે મુલાકાત કરાવી ત્યારે બંને વચ્ચે એક નિકટના મિત્રનો સંબંધ બંધાયો હતો.

થ્રપલ (ત્રણ લોકોનું રોમેન્ટિક ગ્રુપ) એ જણાવ્યું હતું કે ત્રણેય લોકો મળીને એમિયાના બાળકને ઉછેરશે. થ્રપલે એમ પણ કહ્યું હતું કે તેઓને પણ અન્ય કપલોની જેમ ઇર્ષ્યા, અસલામતી અને વિવાદનો સામનો કરવો પડે છે. જેનિફરે કહ્યું કે તેને ખાસ કરીને એમીયા સાથે પ્રેમ સંબંધ બાંધવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે.