પાંચ ફૂટ બે ઈંચ હાઈટ ધરાવતો રાજપાલ યાદવની ગુજરાતણ પત્ની છે નવ વર્ષ નાની

મુંબઇઃ એક્ટર અને કોમેડિયન રાજપાલ યાદવ 49 વર્ષનો થઇ ગયો. 16 માર્ચના 1971ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં  જન્મેલા રાજપાલ પોતાના યુનિક કોમિક અંદાજના કારણે કારણે ઘરે ઘરે જાણીતો છે. રાજપાલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ ‘દિલ ક્યા કરે’થી કરી હતી. જેમાં રાજપાલે એક સ્કૂલ વોચમેનની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મોમાં મોટા રોલ ન મળવા છતાં તેણે નાના-નાના રોલ કરી બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જો રાજપાલ યાદવની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો તેણે પોતાની ફેમિલીને લાઇમલાઇટથી દૂર રાખી છે. રાજપાલની પત્ની રાધા ઉંમરમાં ભલે તેનાથી નવ વર્ષ નાની હોય પરંતુ હાઇટમાં રાજપાલથી લાંબી છે. રાજપાલ યાદવની પત્ની ગુજરાતી છે.

પાંચ ફૂટ બે ઇંચ હાઇટ ધરાવતા રાજપાલ યાદવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લોકોને લાગે છે કે તે (રાધા)મારાથી ઘણી ઉંચી છે પરંતુ વાસ્તવમાં તે મારાથી ફક્ત એક જ ઇંચ જ ઉંચી છે. રાજપાલ યાદવ ગુજરાતનો જમાઈ છે.

પાંચ ફૂટ બે ઇંચ હાઇટ ધરાવતા રાજપાલ યાદવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લોકોને લાગે છે કે તે (રાધા)મારાથી ઘણી ઉંચી છે પરંતુ વાસ્તવમાં તે મારાથી ફક્ત એક જ ઇંચ જ ઉંચી છે. રાજપાલ યાદવ ગુજરાતનો જમાઈ છે.

બાદમાં રાજપાલે રાધા સાથે 10 દિવસ પસાર કર્યા હતા અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. 10 દિવસ પૂર્ણ થયા બાદ રાજપાલ પાછા ભારત આવી ગયો. ઇન્ડિયા આવ્યા બાદ બંન્નેની મિત્રતા તૂટી નહી અને ફોન પર એકબીજા સાથે જોડાયેલા રહ્યા હતા.

આ ઘટનાના 10 મહિના બાદ રાધાએ ઇન્ડિયા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. ઇન્ડિયા શિફ્ટ થયા બાદ 10 જૂન 2003માં બંન્નેએ લગ્ન કરી લીધા. રાજપાલના લગ્નમાં બોલિવૂડમાંથી આશુતોષ રાણા અને રેણુકા શહાણે પહોંચ્યા હતા.

રાજપાલ યાદવ અને રાધાને બે દીકરીઓ છે. જ્યારે રાજપાલની એક દીકરી તેની પ્રથમ પત્ની કરુણાથી છે. જેનું નામ જ્યોતિ છે. જ્યોતિન જન્મ સમયે તેની માતાનું મોત થઇ ગયુ હતું.19 નવેમ્બર 2017ના રોજ રાજપાલની દીકરી જ્યોતિના લગ્ન પૈતુક ગામ કુંડરામાં એક બેન્કર સાથે કરાવ્યા હતા. રાજપાલ અનેકવાર દીકરી સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

રાજપાલે 1992-94માં ભારતેન્દુ નાટ્ય એકેડમીથી બે વર્ષ સુધી એક્ટિંગની ટ્રેનિંગ લીધી હતી. બાદમાં કેટલોક સમય દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ રહ્યા. એક્ટિંગ શીખ્યા બાદ રાજપાલ મુંબઇ આવી ગયા.

અહી તેમણે ખૂબ સ્ટ્રગલ કર્યું અને લાંબા સમય બાદ ટીવી સીરિયલ ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’માં કામ કર્યું. આ એ જ શો છે જેમાંથી રાજપાલને ઓળખ મળી હતી.

રાજપાલ યાદવે અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાંથી ‘મસ્ત’, ‘શૂલ’, ‘જંગલ’, ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘કંપની’, ‘રોડ’, ‘હંગામા’, ‘કલ હો ના હો’,  ‘ગર્વ’, ‘ટારજન’, ‘વાસ્તુશાસ્ત્ર’, ‘મેંને પ્યાર ક્યૂ કિયા’, ‘માલામાલ’ ‘વીકલી’, ‘ફિર હેરાફેરી’, ‘ભાગમભાગ’, ‘પાર્ટનર’, ‘ભૂલભૂલૈયા’, ‘દે દનાદન’, ‘ખટ્ટા-મીઠ્ઠા’, ‘કૃષ-3’ અને ‘જુડવા-2’ મુખ્ય ફિલ્મો છે.