લોકડાઉનમાં ડ્યુટી પર તહેનાત કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી પોતાને જ મારી ગોળી

કોરોના વાયરસ સામેની લડાઇમાં ડોક્ટરોની સાથે પોલીસકર્મીઓ પણ 15થી 18 કલાક ડ્યુટી કરી પોતાની ફરજ નીભાવી રહ્યાં છે. આ દરમિયાન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં લોકડાઉનમાં ડ્યુટી પર તહેનાત એક પોલીસકર્મીએ પોતાને જ ગોળી મારી લીધી. (પ્રતિકાત્મક તસવીર)

આ ઘટના મંગળવારે બપોરે ત્રણ વાગ્યે ભોપાલ શહેરના નીલબડ વિસ્તારમાં બની. જ્યાં રાતીવડ પોલીસ સ્ટેશનમાં તહેનાત ચેતન ઠાકુર નામના કોન્સ્ટેબલે પહેલા પોતાની સર્વિસ રિવોલ્વર હવામાં લહેરાવી પછી પોતાને ગોળી મારી લીધી. બૂલેટ સિપાહીના ખંભામાં જઇને લાગી અને બાદમાં તે જમીન પર ઢળી પડ્યો. (પ્રતિકાત્મક તસવીર)

ઘટના બાદ સાથી પોલીસકર્મીઓએએ ચેતનને શહેરનના બંસલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો જ્યાં તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે ચેતનની હાલત હજુ ગંભીર છે. (પ્રતિકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી પ્રમાણે સિપાહી ચેતન સતત ડ્યુટી કરવાને લઇને પરેશાન હતો. તે લોકડાઉનના સમયે ડ્યુટીના ભાર અને શિફ્ટથી વધુ કામ કરવાને કારણે પરેશાન થઇ ચૂક્યો હતો. આ કારણે કોન્સ્ટેબલે આ ખતરનાક પગલુ ભર્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)

ઘટનાની જાણકારી મળતા જ એસપી હેડક્વાર્ટર ધર્મવીર સિંહ યાદવ અને એડિશનલ એસપી રજત સકલેચા ઘટનાસ્થળે દોડી આવ્યા અને કોન્સ્ટેબલના હાલચાલ પૂછ્યા હતા. જો કે સમગ્ર ઘટના અંગે હજુ કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. (પ્રતિકાત્મક તસવીર)