હોટેલમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસે અચાનક પાડી રેડ, ચાલતો હતો દેહવેપાર

નાના ચિલોડામાં શિખર એવન્યુ ખાતેની પ્રિયા પેલેસ હોટલમાં પોલીસે રેડ કરીને દેહવેપારનું કૌભાંડ પકડી પાડ્યું હતું. આ મામલે નરોડા પોલીસે હોટલના સંચાલક અને એક સ્ત્રી સહિત ચાર જણાં સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. આ સમગ્ર કાંડનો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

નરોડા પોલીસને બાતમી મળી હતી કે, નાના ચિલોડા શિખર એવન્યુમાં ચોથા માળે આવેલી પ્રિયા પેલેસ હોટલમાં સ્ત્રીઓને રાખી બહારથી ગ્રાહકોને બોલાવી દેહવેપાર કરાવાઈ રહ્યો છે. બાતમીના પગલે પોલીસટીમે હોટલ પર રેડ કરતા રૂમમાં ચાર ગ્રાહકો અને ચાર સ્ત્રીઓ મળી આવી હતી. પોલીસે હોટલના સંચાલક દોલત ચંદ્રલાલ પેશવાની, મેનેજર સૌરભ ધીરેન્દ્રભાઈ ભદોરિયા તથા બહારથી ગ્રાહકો લાવનાર ભરત સિંધી અને તાન્યા નામની સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે અન્ય રૂમમાં તપાસ કરતા ત્યાંથી ચાર ગ્રાહકો મળી આવ્યા હતા. જેમાં વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગાંધીનગર અને સરદારનગરના ચાર યુવકોનો સમાવેશ થાય છે. રૂમમાંથી મળી આવેલી ચારેય સ્ત્રીઓની પૂછપરછમાં તેઓ અન્ય રાજ્યની વતની હોવાનું અને તેમને ભરત સિંધી અને તાન્યા તેમના વતનમાંથી દેહવેપાર માટે અત્રે હોટલમાં લાવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

પોલીસે હોટલ પર રેડ કરી ત્યારે હોટલમાં મેનેજર સૌરભ ભદોરિયા મળ્યો હતો, જ્યારે હોટલનો સંચાલક દોલત પેશવાની, ભરત સિંધી અને તાન્યા હાજર ન હોઈ, પોલીસે સૌરભની ધરપકડ કરી બાકીના ત્રણને વોન્ટેડ દર્શાવી તેમની ધરપકડની તજવીજ આદરી છે.

(ફાઈલ ફોટો)