ગુજરાતના આ ગામમાં ખેડૂતે કરી દાડમની ખેતી ને એક જ વર્ષમાં થયો માલામાલ

ગુજરાતમાં ઘણાં ખેડૂતો સારી ખેતી કરીને નવા-નવા રેકોર્ડ બનાવે છે. ખેતીમાં સારું વળતર મેળવીને સારી કમાણી કરી રહ્યાં છે. ગુજરાતમાં ઘણાં ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યાં છે ત્યારે આ ખેડૂત દાડમની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. એ પોતે જ કમાણી નથી કરતાં પણ બીજા લોકોને રોજગાર પણ આપી રહ્યાં છે. આ ખેડૂત અંકલેશ્વરના રહેવાસી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી આવતા સતિષભાઈ ઈશ્વરભાઈ પટેલ હાલ ખેતી કરી રહ્યાં છે. સતીષભાઈ દહેલી ગામના રહેવાસી છે જે લગભગ 4.5. હેક્ટર જમીનમાં દાડમની ખેતી કરી રહ્યાં છે. તેમની બે એકરથી ઓછી જમીનમાં દાડમની ખેતીથી 19 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યાં છે. દાડમની તમામ આવકા આશરે 25 લાખ રૂપિયા જેટલી છે. પરંતુ 6 લાખ રૂપિયાનો ખર્ચ કાઢ્યા પછી બાદ તેમનો ચોખ્ખો નફો અંદાજે 19 લાખ રૂપિયા થાય છે.

સતીષભાઈએ શરૂઆતમાં શેરડી, કપાસ અને તુવેરની ખેતી શરૂ કરી હતી. પરંતુ તેમની ઉપજ ઓછી થતી હતી અને ખર્ચ વધુ હોવાથી નફામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. પછી તેમને લાગ્યું કે, બાગાયત પાકની ખેતી કરીને સારી આવક મેળવી શકાય છે. સતીષભાઈએ એટીએમએ પ્રોજેક્ટમાં જોડાવાની યોજના બનાવી અને ટપક સિંચાઈ અંગે માહિતી મેળવી. એટીએમએ પ્રોજેક્ટમાં જોડાતા તેમણે ટપક સિંચાઈની તાલીમ લીધી ત્યાર બાદ દાડમની ખેતી શરૂ કરી હતી. ખેડૂતે સૌથી પહેલા તેના ખેતરની માટીની ચકાસણી કરવી જોઈએ કે તે માટીમાં કઈ ખેતી થઈ શકે એમ છે.

સતિષભાઈએ લેબમાં માટીનું પરીક્ષણ કરાવ્યું અને જાણ્યું કે જમીનમાં કયા તત્વોનો અભાવ છે અને કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવાથી પાકમાં વધારો થાય એમ છે. તેમણે કેસરીની વેરાયટીનાં દાડમ વિશે જાણકારી મેળવી. આ સાથે તેમણે ટીશ્યુ કલ્ચરમાં ઉગાડવામાં આવતાં દાડમના છોડથી ખેતી શરૂ કરી હતી. આવા છોડ ખાડાઓમાં ઉગાડવામાં આવતા હતા. સિંચાઈ માટે સતીષભાઈએ ટપક સિંચાઈની સહારો લીધો હતો. ખાસ પ્રકારના ખાતરનો પણ ઉપયોગ થતો હતો. પાણીમાં ઓગળતાં ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

દાડમના સારા ભાવ મળે તે માટે સતીષભાઈએ દાડમના ગ્રેડિંગ અને પેકેજીંગ પર ખાસ ધ્યાન આપ્યું હતું. સતીષભાઈએ વૈજ્ઞાનિક રીતે દાડમની ખેતી કરી અને પરિણામ એ આવ્યું કે ખર્ચ ઓછો થયો અને નફો વધુ થયો. તેમની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખીને તેમને 2015માં બેસ્ટ એટીએમએ ખેડૂત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.

સતિષભાઈએ વર્ષ 2013માં 1.8 એકરમાં દાડમની ખેતી કરી હતી. આમાં તેમણે 15 લાખની કમાણી કરી હતી. સંપૂર્ણ ખેતી પાછળ અંદાજે 5 લાખ જેવો ખર્ચ થયો હતો. આ ખર્ચને બાદ કરીને સતિષભાઈને 10 લાખ રૂપિયાની ચોખ્ખી આવક થઈ હતી. વર્ષ 2014માં તેમણે આ દાડમની ખેતીમાં અંદાજે 18 લાખ રૂપિયાની કમાણી કરી હતી. જેની પાછળ ખર્ચ ખર્ચ 5 લાખ જેટલો થયો હતો અને ચોખ્ખો નફો 12 લાખ રૂપિયા જેટલો હતો.

વર્ષ 2015માં સતીષભાઈએ 1.80 એકર દાડમનું વાવેતર કર્યું જેમાંથી અંદાજે 25 લાખની કમાણી કરી હતી જેની સાથે 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખર્ચો બાદ કરતાં તેમને અંદાજે 19 લાખ રૂપિયાની કમાણી કરી હતી.