સૌરાષ્ટ્રના આ ભાભા 120 વર્ષની ઉંમરે પણ જીવે છે લક્ઝુરિયસ લાઈફ, આજે પણ છે અડીખમ

પોરબંદરના રતનપર ગામે રહેતા 120 વર્ષના વૃદ્ધ જલસાથી જીવી રહ્યાં છે. સાત્વિક આહાર અને વિહારને કારણે આ દંપતી સુખી જીવન જીવી રહ્યાં છે. સમગ્ર પોરબંદરમાં આ દંપત્તિની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. 120 વર્ષના વૃદ્ધ એવા ખીમાભાઈ ઓડેદરાએ જીવનમાં કોઈ પણ જાતનું વ્યસન કર્યું નથી ને આજે પોતાની જિંદગી જીવી રહ્યાં છે હાલ પણ તંદુરસ્ત છે. રોજ સવારે ખેતરમાં કામ કરે છે.

પોરબંદર જિલ્લાના રતનપર ગામે રહેતા ખીમાભાઈ ઓડેદરા અને તેમના પત્ની સુમરીબેને આયુષ્યની સદી પુરી કરી છે. ખીમાભાઈ હાલ 120 વર્ષે પણ ખૂબ જ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે તો તેમનાથી નાના તેમના પત્ની પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. બન્ને હાલ પોતાની જિંદગીમાં મસ્ત છે. હાલ પણ આ વૃદ્ધ તમામ કામ કરી રહ્યા છે.

અભ્યાસ ન મેળવી શકનાર ખીમાભાઈ 50 વર્ષ સુધી સરપંચ પદે રહી ગામમાં રોડ, રસ્તા, પાણી જેવી અનેક સગવડો પુરી પાડી હતી. 25 વર્ષની ઉંમરે ખીમાભાઈએ નવીબંદર ગામથી પોરબંદર સુધીનું 20 માઈલનું અંતર દોડીને પણ પૂર્ણ કર્યું હતું અને મહત્વની વાત એછે કે, જિલ્લાના 700 જેટલા સ્પર્ધકોને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

રજવાડાના વખતમાં યોજાતી કુસ્તી જેવી અનેક સ્પર્ધાઓમાં અવ્વલ રહેલા ખીમાભાઈના 5 દીકરા અને 3 દીકરીઓમાંથી 5 દીકરા અને 2 દીકરીઓ હયાત છે અને તેઓ પણ નીરોગી જીવન જીવી રહ્યા છે. ખીમાભાઈએ સત્યાગ્રહની લડાઈમાં પણ ભાગ લીધો હતો. આ વૃદ્ધની પોરબંદર જિલ્લામાં ચારેબાજુ લોકો ચર્ચા કરી રહ્યાં છે.

ખીમાભાઈએ જણાવ્યું હતું કે, તેમના નીરોગી લાંબા આયુષ્યનું કારણ એ છે કે ક્યારેય હોટલનું પાણી સુધા પીધું નથ. ઘરનું ખાવાના આગ્ર રાખી ખીમાભાઈને બહારગામ જવાનું થાય તો ફળ ખાઈને દિવસો પસાર કરતાં હતાં અને આજે પણ ફ્રુટ ખાઈને દિવસો પસાર કરે છે.

મહત્વની વાત એ છે કે, હોટલમાં પણ જમતા નથી. આ ઉપરાંત તેમના વાણી-વર્તન અને વિચાર એવા છે કે તેઓ ક્યારેય કોઈ ચિંતાનો ભોગ બન્યા નથી અને ખૂબ જ સંતોષી હોવાને લીધે તેઓ લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે.