પ્રેગ્નેન્ટ અનુષ્કા અને પતિ વિરાટ કોહલીએ આ રીતે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેતા અનુષ્કા શર્મા પણ અન્ય સેલિબ્રિટીને જેમ નવા વર્ષની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યું હતું. અનુષ્કાના પતિ વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર પર તસવીરો શેર કરીને કહ્યું કે તેમનું નવા વર્ષની ઉજવણી કેવી રહી. તસવીરોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં એક બીજાના પ્લોઝ ડાઈનિંગ ટેબલ પર બેઠેલા જોવા મળી રહ્યાં છે.

વિરાટ-અનુષ્કાની બિલકુલ સામે હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક બેઠી હતી. આ બન્નેએ પણ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટ પહેર્યાં હતાં. તસવીરમાં બન્ને સિવાય તેના મિત્રો પણ બેઠેલા જોવા મળ્યાં હતાં જે પોતાના પાર્ટનર સાથે હતાં. તસવીરોમાં પોસ્ટ કર્યાંની થોડી જ મીનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી અને ચાહકો આ તસવીરોને જોરદાર શેર કરી રહ્યાં છે.

આ તસવીરોને શેર કરતાં વિરાટ કોહલીએ ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. વિરાટે હૈશટૈગમાં લખ્યું હતું કે, #HappyNewYear2021. આ સાથે જ ટ્વિટર પર લખ્યું હતું કે, મિત્રો જેનો ટેસ્ટ નેગેટિવ આવે છે તેઓ સાથે પોઝિટિવ ટાઈમ વિતાવે છે. હસતો ચહેરો, ઘરે મિત્રોની સાથે સુરક્ષિત માહોલમાં સમય વિતાવવાથી બીજું કશું જ નથી. આ વર્ષ અમારા માટે બહુ જ સારી આશા, મસ્તી, ખુશી લાવે, સુરક્ષિત રહો.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જલ્દી માતા-પિતા બનવાના છે. અનુષ્કા પ્રેગ્નેન્ટ છે અને જલ્દી તે પોતાના પહેલા બાળકને જન્મ આપશે. પરંતુ પ્રેગ્નેન્સી દરમિયાન તે બહુ જ એક્ટિવ રહે છે. તેણે હાલમાં જ એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

અનુષ્કા-વિરાટના ઘરે નવા વર્ષની ઉજવણી માટે નાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા પણ જોવા મળ્યાં હતાં જ્યારે અન્ય બે મિત્રો તેમની પાર્ટનરને લઈને પહોંચ્યા હતાં. વિરાટના ઘરે બહુ જ મસ્તી કરી હતી. પરંતુ હાર્દિક પડ્યા અને નતાશાના ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. એમાં પણ ખાસ કરીને પુત્રના જન્મ બાદ નતાશાનો આ લુક પહેલીવાર જોવા મળ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

હાર્દિક પંડ્યાએ પણ ગ્રુપની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યું છે કે, હું મિત્રોની સાથે પાર્ટી મનાવીને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યો છું. બધાંનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને અમે સુરક્ષિત છીએ. તમામને નવા વર્ષની શુભેચ્છા. નતાશાએ પણ હાર્દિક પંડ્યાની સાથે પોતાની તસવીરો શેર કરી છે.