પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્મા ક્લિનિકની બહાર થઈ સ્પોટ, જલ્દી આવી શકે છે ગુડ ન્યુઝ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ દિવસોમાં આતુરતાથી તેમના આગામી બાળકની રાહ જોઇ રહ્યા છે. તેના ઘરના સૌથી નાના મહેમાન જલ્દીથી દસ્તક આપી શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અનુષ્કા શર્મા જુહુના ક્લિનિકની બહાર જોવા મળી છે.

અનુષ્કા શર્માએ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ પહેરી રાખ્યો હતો અને સાથે માસ્ક પહેર્યુ છે. સફેદ ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. જણાવી દઈએકે અનુષ્કા પણ આ સમયને ખૂબ જ એન્જોય કરી રહી છે, એટલે જ અનુષ્કાએ હાલમાં જ પોતાની ગર્ભાવસ્થાના ગોલ્ડન ડેઝને યાદ રાખવા માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

આ ફોટોશૂટ અનુષ્કાએ એક ફેમસ મેગેઝિન માટે કરાવ્યું હતું, જેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ તહેલકો મચાવી દીધો છે. ફોટામાં અનુષ્કાએ પોતાની માતા બનવાના અહેસાસને ખૂબ જ સુંદર રીતે બધાની સામે મૂક્યો છે. અનુષ્કા માત્ર બોલિવૂડમાં અભિનય માટે જ નહીં પરંતુ હંમેશા કંઈક નવું અને અલગ કરવા માટે પણ જાણીતી છે.

તે 25 વર્ષની ઉંમરે નિર્માતા બનનારી પહેલી મહિલા છે અને 29 વર્ષની ઉંમરે લગ્ન કરીને અનુષ્કાએ બધાની સામે એક દાખલો બેસાડ્યો કે લગ્ન તમારી કોઈ પણ સફળતાની વચ્ચે ન આવી શકે. અનુષ્કાએ તેના શ્રેષ્ઠ ફોટોશૂટથી બોલીવુડમાં તે સંદેશ આપ્યો છે, જેનો પડઘો વર્ષો સુધી કાયમ રહેશે.

તેમના પ્રથમ બાળકના જન્મ પહેલાં, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોહલી અને અનુષ્કાએ 31 ડિસેમ્બરે ડિનર ટાઇમનો ફોટો શેર કર્યો હતો, જેમાં તે બંને એકદમ ખુશ દેખાઈ રહ્યા હતા.

જણાવી દઇએ કે, કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ છોડીને સ્વદેશ પરત ફર્યો છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે હારનો સામનો કર્યો હતો. આ પહેલા વન ડે સિરીઝમાં ભારત 1-2થી હાર્યું હતું પરંતુ ટી 20 સિરીઝમાં તેણે 2-1થી જીત મેળવી હતી.