કરીનાની થઈ શકે છે ગમે ત્યારે ડિલિવરી, છતાંય રખડે રાખે છે દીકરા સાથે

મુંબઈ: બોલિવૂડની બેબો એટલે કે, કરીના કપૂર પોતાની પ્રેગ્નન્સિના છેલ્લાં દિવસો પસાર કરી રહી છે. એવામાં એક્ટ્રસ પોતાનું ધ્યાન રાખવાની સાથે બહાર ફરી રહી છે. ગત શુક્રવારે કરીના કપૂર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પૉટ થઈ હતી. આ દરમિયાન તે બ્રાઉન કલરના પોલકા ડોટ્સવાળા ઢીલા ડ્રેસમાં જોવા મળી હતી. તો તેમના દીકરા તૈમૂરે બ્લુ કલરનું પેન્ટ અને ટી-શર્ટ પહેર્યું હતું.

કરીના કપૂર ખાન છેલ્લા રવિવારથી વધુ ચર્ચામાં છે. આ પહેલાં એવા સમાચાર હતા કે, કરીના કપૂર તેમના બીજા બાળકનું સ્વાગત 15 ફેબ્રુઆરીએ કરશે. જોકે હવે સ્પષ્ટ છે કે કરીનાની ડિલીવરી મોડી છે.

આ દરમિયાન કરીના કપૂર ખાનના ચહેરા પર પ્રેગ્નન્સિનો ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીના કપૂર ખાને બીજા બાળકને જન્મ આપ્યા પહેલા તેમને ગિફ્ટ મળવાની શરૂ થઈ ગઈ છે. તેમણે હાલમાં જ જેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

ફુલથી બાળકો માટેના સુંદર રમકડાં સુધી ઘણું બધું કરીના કપૂરને મળી ચૂક્યું છે. કરીના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે બીજા બાળકને જન્મ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે, તે પહેલાથી જ નર્વસ નથી, પણ ખુશ છે. તેમણે એવું પણ કહ્યું કે, તે આ વખતે જાણે છે કે શું કરવાનું છે અને શું નહીં.

પ્રેગ્નન્સિ દરમિયાન કરીના કપૂરનું કામ કરવું પણ લોકોમાં ચર્ચામાં રહ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેમને સમજાતું નથી કે આ નિયમ કોને બનાવ્યો કે ગર્ભવતી મહિલા કામ કરી શકતી નથી. આ એક બેબી માટે સારું હોય છે.