પ્રેગ્નન્ટ કરીનાએ ગર્લ ગેંગ સાથે અડધી રાત્રે માણી પાર્ટીની મજા, જોવા મળ્યો કંઈક આવો અંદાજ - Real Gujarat

પ્રેગ્નન્ટ કરીનાએ ગર્લ ગેંગ સાથે અડધી રાત્રે માણી પાર્ટીની મજા, જોવા મળ્યો કંઈક આવો અંદાજ

અભિનેત્રી કરીના કપૂર ખાન જલ્દી માતા બનવાની છે. ત્યારે કરીનાએ એક દિવસ પહેલાં જ રાતે પોતાના ઘરે પાર્ટી રાખી હતી જેમાં તેની બ્રેસ્ટ ફ્રેન્ડ્સે હાજરી આપી હતી. મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર અને કરીનાની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસવીર જોઈને નવા ઘરમાં શિફ્ટ થવાની અટકળો તેજ કેમ છે? જાણો

આ તસવીર જોઈને એવા સવાલો ઉઠી રહ્યાં છે કે, શું કરીના કપૂર ડિલીવરી પહેલા નવા ઘરમાં શિફ્ટ થવાની છે? કરીનાએ પાર્ટીની તસવીર પોસ્ટ કરતા જે કેપ્શનમાં લખ્યું છે કે, તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

કરીનાની આ તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું, કે, It’s been a FORTUNE of memories… on to the next… to new beginnings! આ સાથે કરીનાએ લખ્યું હતું કે, #EndOfAnEra.

તમને જણાવી દઈએ કે, કરીના કપૂરના એપાર્ટમેન્ટનું નામ Fortune Heights છે અને એવા સમાચાર સામે આવ્યા છે કે, કરીના અને સૈફ નવા ઘરમાં શિફ્ટ થવાના છે. સૈફ અલી ખાન અત્યારના દિવસોમાં ફિલ્મના શૂટિંગ માટે જયપુરમાં છે એવામાં કરીના પોતાના ખાસ મિત્રોની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

સૈફે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, તેના અપાર્ટમેન્ટમાં રિનોવેશનનું કામ કરવાનું છે. આ માટે આ કપલ નવા ઘરમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. હવે જ્યારે કરીનાએ આ તસવીરો પોસ્ટ કરીને કેપ્શન લખ્યું હતું કે, ચાહકોને આ ખબર લગભગ કન્ફર્મ થઈ ગઈ છે.

કરીશ્મા કપૂર બેબોની મિત્ર અને બહેન બન્ને છે. કરીશ્મા બહેન કરીનાના ઘરે પહોંચી ત્યારે તે ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો તે સમયની છે જ્યારે સોમવારે રાતે મલાઈકા અરોરા બેબોના ઘરે પહોંચી હતી. તે સમયે મલાઈકા નાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. અમૃતા અરોરા પણ કરીનાને મળવા પહોંચી હતી. આ તમામ ફ્રેન્ડ્સે પાર્ટીની એક તસવીરો પોસ્ટ કરીને તેને #FortuneNights ગણાવી હતી.

You cannot copy content of this page