પ્રેમિકાએ આપ્યો પ્રેમમાં વિશ્વાસઘાત, આ યુવકે ખોલ્યું એવું કાફે કે ઉમટી પડ્યા લોકો

ઉત્તરાખંડના દહેરાદૂનમાં એક ચાનું કાફે આજકાલ ચર્ચાનો વિષય છે. આ કાફે તેના નામના કારણે સમાચારોમાં છે. દહેરાદૂનના 21 વર્ષીય દિવ્યાંશુએ ‘દિલ તૂટા આશિક’ નામનું ચાનો કાફે ખોલ્યું છે. તેમણે આ નામ પાછળનું કારણ જાતે જણાવ્યુ છે.

વાસ્તવમાં, પ્રેમમાં માત ખાઈને આમ તો ઘણા પ્રેમીઓ ઉદાસ થઈ જાય છે. દિવ્યાંશુની પણ આવી જ સ્થિતિ બની હતી. પરંતુ ટૂંક સમયમાં જ તેણે પોતાની જાતને સંભાળી લીધી હતી. દિવ્યાંશુ 6 મહિના ડિપ્રેશનમાં રહ્યો અને સતત પબજી રમવા લાગ્યો. અચાનક જ તેણે નક્કી કર્યું કે, હવે તે આ રીતે નહીં જીવે અને ચાનું કેફે ખોલશે. આ કેફેનું નામ ‘દિલ તુટા આશિક’ રાખી દીધુ.

આશ્ચર્યની વાત એછેકે, કેફેનું આ નામ જોઇને લોકો અહીં આવી રહ્યા છે, અહીં લોકોની ખૂબ ભીડ જામે છે. આ કેફે દેહરાદૂનના જીએમએસ રોડ પર સ્થિત છે. લોકોના આકર્ષણનું કારણ કાફે રહ્યું છે. તે આસપાસના વિસ્તારોમાં પણ ઘણી ચર્ચમાં છે. દિવ્યાંશુ પણ કાફેમાં આવતા લોકો સાથે પોતાના અનુભવો શેર કરી રહ્યો છે.

દિવ્યાંશુંનું કહેવું છે કે કેફેની મુલાકાત લેતા યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. દિવ્યાંશુનું માનવું છે કે તેના માતાપિતાને સંપૂર્ણ ટેકો મળ્યો છે. જોકે શરૂઆતમાં તેના પિતા ડરી રહ્યા હતા પરંતુ હવે તે પણ ખુશ છે.

દિવ્યાંશુ એમ પણ કહે છે કે, તે યુવાનોને કહી રહ્યો છે કે પ્રેમ કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ જો તેમને પ્રેમમાં ક્યારેય પણ દગો મળે છે તો તેઓ ઉદાસ ન થવું જોઈએ, પરંતુ જીવનની નવી રીત શોધવી જોઈએ.