દુકાનથી લઈ ગોડાઉન થઈ ગયું બળીને ખાખ, તિજોરીમાં રાખેલા લાખો રૂપિયા રહ્યાં સહી સલામત

મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં આગમાં ગ્રોસરી સ્ટોરનો ગોડાઉન સળગી રહ્યો હતો. આ આગમાં સ્ટોરની તિજોરી પણ સળગી હતી. જેમાં 8 લાખ રૂપિયા કેશ રાખ્યા હતાં. ફાયર બ્રિગેડના જવાનો જ્યારે તેમને બહાર કાઢ્યા તો તેમાંથી 6 લાખ રૂપિયા સલામત મળ્યા હતાં.

મહારાષ્ટ્રના પુણેમાં રવિવાર રાતે 11.30 વાગ્યે બાવઘન બુદ્રુક વિસ્તારમાં સ્થિત ગ્રોસરી સ્ટોરના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં અનાજ, શાકભાજી અને કરિયાણાનો સામન સળગી ગયો હતો.

મેનેજર નિખિલ ભોસલેએ જણાવ્યું કે, પુણે શહેરમાં ગ્રોસરી સપ્લાય કરવાના મુખ્ય બે ગોડાઉન છે. આ ગોડાઉન 25,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને લગભગ અડધા એકરમાં કમ્પાઉન્ડ છે.

રવિવારે રાતે લગભગ 90 લાખ રૂપિયાનો સ્ટોક આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. ઇન્ટેરિયર ફર્નિચર, ડીપ ફ્રિઝર સળગીને ખાખ થઈ ગયું હતું.

પાષાણ અગ્નિશમન દળના સ્ટેશન અધિકારીઓએ શિવાજી મેમાનેને જણાવ્યું કે, આગમાં તિજોરી સળગી ગઈ હતી.

યોગ્ય સમયે ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે તિજારીને બહાર કાઢી લીધી હતી. જેમાં 6 લાખ રૂપિયા કેશ મળ્યા હતાં. કર્મચારી મુજબ તિજોરીમાં 8 લાખ રૂપિયા હતાં.

પુણે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ, પિંપરી ચિંચવડ, પીએમ આરડીએ અને એમઆઇડીસીના કુલ 12 ફાયર બ્રિગેડ વાહનો અને 60 જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં કોઈ ઘાયલ થયું નહોતું.