ખૂબ જ ક્યૂટ છે મુંબઈ ઈન્ડિયન્સના બોલર રાહુલ ચાહરની ફિયાન્સી, આવી લાગે છે જોડી

ટીમ ઈન્ડિયાના મોટાભાગના યંગ ખેલાડીઓ રિલેશનશિપમાં રહે છે. ગર્લફ્રેન્ડ કે ફિયાન્સી સાથેની તસવીરો પણ મૂકતા હોય છે. જેમાં રાહુલ ચાહરનો પણ સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બોલર રાહુલની ફિયાન્સી સુંદરતામાં અભિનેત્રીઓને ટક્કર મારે છે.

20 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચાહરે પોતાની ગર્લફ્રેન્ડ ઈશાની સાથે 12 સપ્ટેમ્બર, 2019માં સગાઈ કરી હતી. આ પહેલા બંને 5 વર્ષ સુધી રિલેશનમાં હતા. એટલે એ કહેવું ખોટું નથી કે બંને બાળપણથી પ્રેમમાં હતા.

રાહુલ ચાહર સામાન્ય રીતે પોતાની અને ફિયાન્સીની તસવીરો શેર કરતો રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 42 હજાર ફોલોવર્સ છે. જ્યારે ઈશાની પણ પોતાના ફોટો અપલોડ કરી રહે છે.

રાહુલ પોતાની રમતની સાથે પોતાની યુનિક હેર સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. રાહુલ ચાહરે ખુદ પોતાની હેર સ્ટાઈલ અંગે રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેની હેર સ્ટાઈલીશ બીજી કોઈ નહીં પણ તેની મંગતર ઈશાની છે.

મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર રાહુલ ચાહરે મંગળવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તે પોતાની ફિયાન્સી સાથે જોવા મળ્યો હતો. ફોટોની સાથે રાહુલે કેપ્શનમાં લખ્યું- ‘ મારી હેર સ્ટાલિસ્ટને મળો.’

આઈપીએલની આ સિઝનમાં પહેલી મેચમાં આરસીબીમાં સામે એક પણ વિકેટ ઝડપી નહોતી. બાદમાં કોલકાતા સામે બોલિંગ કરતાં 4 ઓવરમાં 4 વિકેટ લઈને 27 રન આપ્યા હતા. જેમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ક્રિકેટની દુનિયામાં રાહુલ અને દીપક બંને ભાઈઓ ‘ચાહર બ્રધર્સ’ ના નામે ઓળખાય છે. બંને પિતરાઈ ભાઈ છે. આઈપીએલમાં બંને ભાઈ અલગ-અલગ ટીમાંથી રમે છે. દીપક ચેન્નાઈ સુપર કિંગ્સનો મેઈન બોલર છે. જ્યારે રાહુલ પણ મુંબઈ ટીમ માટે બેક બોનનું કામ કરે છે. તેની ફિરકી બોલમાં ભલાભલા બેટ્સમેન ફસાઈ જાય છે.

દીપક ચાહરના પિતા અને રાહુલના કાકા લોકેન્દ્રસિંહે બંને ભાઈઓને ક્રિકેટની ટ્રેનિંગ આપી હતી. પહેલા રાહુલ ખૂબ દૂબળો-પાતળો હતો. પોતાને ફીટ કરવા માટે કુહાડીથી લાકડા કાપવાનું શરૂ કર્યું હતું. સાથે જ 60 ફૂટ ઉંડી ટેંકની સીડીઓ ચડવા-ઉતરવાનું શરૂ કર્યું હતું. તેને સખત મહેનતનું આજે પરિણામ મળ્યું છે.

રાહુલે વર્ષ 2017માં પહેલી વખત આઈપીએલમાં રમવાની તક મળી હતી. ત્યાર બાદ તે સતત આઈપીએલમાં ધમાકો મચાવી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં આઈપીએલની 34 મેચોમાં 37 વિકેટ ઝડપી છે. ગયા વર્ષે તેણે મુંબઈ માટે 15 વિકેટ ઝડપી હતી.