શું બબીતા અને ટપુ લગ્ન કરશે? ટપુની બહેન સોનુને વ્હાલ કરતી બબીતાની તસવીરો થઈ વાઈરલ

આજકાલ ટીવી સ્ટાર બબીતા અને ટપુની ચર્ચા છે. બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરતાં હોવાના સમાચાર છે. એટલુ જ નહીં બબીતા એટલે કે મુનમુન દત્તા પોતાનાથી 9 વર્ષના નાના ટપુ એટલે કે રાજ અનડકટ સાથે લગ્ન માંગતી હોવાની પણ ચર્ચા છે. જોકે બંનેના સંબંધની તેમના પરિવારજનોને ખબર છે. એટલું જ નહીં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પણ બધા કલાકારોને આ સંબંધની જાણ છે.

મુનમુન દત્તા અને રાજ અનડકટ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે. જોકે વાત છેક હવે બહાર આવી છે. બંનેના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. એટલું જ નહીં રાજની બહેન સોનુ અનડકટ સાથે મુનમુન દત્તાને સારું બંને છે. બંને સાથેની અનેક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં છે. જેમાં બંને ખુશખુશાલ દેખાય છે.

જો ચર્ચા સાચી પડે અને મુનમુન દત્તા અને રાજ સાથે લગ્ન કરે તો અનડકટ પરિવારની વહુ બની શકે છે. અને સોનુ અનડકટ મુનમુન દત્તાની નણંદ બની શકે છે. જોકે અત્યારે તો મુનમુન દત્તા અને સોનુ અનડકટ વચ્ચે સારી એવી મિત્રતા છે.

ઉલ્લેખનીય છે કે રાજ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા 33 વર્ષની છે. બંને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. રાજ કે મુનમુને પોતાના સંબંધો અંગે હજી સુધી કોઈ વાત કરી નથી. બંનેએ આ સંબંધોનો સ્વીકાર પણ કર્યો નથી અને ના પણ પાડી નથી.

મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.

મુનમુન દત્તા મૂળ પૂણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ ‘હમ સબ બારાતી’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’, 2006માં ‘હોલિડે’ તથા 2015માં આવેલી ફિલ્મ ‘ઢિંચાક એન્ટરપ્રાઈઝ’માં જોવા મળી હતી. મુનમુનના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે. તે પોતાનાં મમ્મી, ભાઈ-ભાભી તથા ભત્રીજી સાથે મુંબઈમાં રહે છે.