નોટોની મોટી મોટી થપ્પીઓ ને હીરા-સોનાના દાગીના જોઈને અધિકારીઓ પણ ગોથું ખાઈ ગયા

રાજસ્થાનથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. આવકવેરા વિભાગે રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી છાપેમારી કરી છે. ટીમને કરોડો નહીં, પરંતુ અબજો રૂપિયાની બેનામી સંપત્તિ મળી છે. આ કાળુ નાણું જયપુરના ઉદ્યોગપતિઓએ એક સુરંગમાં છુપાવ્યું હતું. આ ભોંયરામાંથી, સોનાની મૂર્તિઓ, હીરા, કિંમતી પથ્થરો અને ઘણી વધુ કિંમતી સામગ્રી વિશે માહિતી મળી છે. જણાવી દઈએકે, આવકવેરા વિભાગે બુલિયન ઉદ્યોગપતિ, બે રિયલ એસ્ટેટ ડેવલોપરને ત્યાં દરોડા પાડ્યા છે.

વાસ્તવમાં, આવકવેરા વિભાગ છેલ્લા પાંચ દિવસથી રાજસ્થાનના ત્રણ મોટા કારોબારી ગ્રુપ સિલ્વર આર્ટગ્રુપ, ચોરડિયા ગ્રુપ અને ગોકુલ કૃપા ગ્રુપ પર દરોડા પાડી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, અહીંથી અત્યાર સુધીમાં 1750 કરોડ રૂપિયાની બે નંબરની કાળી કમાણી બહાર આવી છે. કામગીરી દરમિયાન બુલિયન વેપારીને ત્યાં એક ટનલમાંથી 700 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી છે.

બુલિયન વેપારીએ તેની બેનામી સંપત્તિને ભોંયરામાં છુપાવી રાખી હતી. ચોથા દિવસે પડેલાં દરોડામાં અહીંથી હજારો રૂપિયાના કિંમતી ઘરેણાં – હીરાના દાગીના મળી આવ્યા છે. આ સાથે કરોડોની સંપત્તિના દસ્તાવેજો અને નોટો પણ મળી આવી છે.

આ ત્રણેય ગ્રુપોની તમામ દુકાન-ઓફિસ અને બંગલા પર એક સાથે આવકવેરા વિભાગની 50 ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 200થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ હતા. આ ટીમ 5 દિવસથી કાગળો અને દસ્તાવેજોની સતત તપાસ કરી રહી હતી. આ સમય દરમ્યાન, આ વેપારીઓને ત્યાં પોણા 2 હજાર કરોડ રૂપિયાની બે નંબરની કમાણી મળી આવી છે. આ રકમ વધુ વધી શકે છે.

એવું માનવામાં આવે છે કે તે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો છે. કારણ કે તેમાં 50 ટીમો લગભગ પાંચ દિવસ એક્શનમાં રહી હતી.

અધિકારીઓનું કહેવું છે કે આ વેપારીઓએ છેલ્લાં 6-7 વર્ષનાં ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ વિગતોને ઘણાં રજિસ્ટરો, સ્લિપ પેડ્સ, દરરોજનાં કાચી કેશ બુકો વગેરેના રૂપમાં ભોંયરામાં છુપાયેલા રાખ્યા હતા. આ સમયગાળા દરમિયાન, વિભાગની ટીમોને મોટી સંખ્યામાં દસ્તાવેજો મેળ્યા હતા. જેમાં ખર્ચની વિગતો, વિગતો વગરની સંપત્તિ, રોકડ લોન અને એડવાન્સિસ સંબંધિત આંકડા લખવામાં આવ્યા છે.