પત્નીએ ફોસલાવી વેપારીને ઘરે બોલાવ્યો, પતિએ વેપારી સાથે પત્નીને ગંદુ કામ કરાવ્યું, ઉતાર્યો વીડિયો

રાજસ્થાનના પાલીમાં પતિ-પત્ની હનીટ્રેપમાં લોકો ફસાવતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આરોપી રમેશ, ભાવના તથા દિવ્યાને બે દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. અહીંયા ત્રણેય આરોપીની પૂછપરછ કરવામાં આવશે. આ ટોળકી ફોન કરીને દોસ્તીમાં ફસાવીને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતી હતી. પીડિતે કહ્યું હતું કે તેની સાથે આ ટોળકીએ આવું જ કંઈક કર્યું હતું.

પ્લોટ બતાવવા લઈ ગયાઃ પીડિત તથા તેનો મિત્ર પ્લોટ જોવા માટે આરોપી મહિલા સાથે ગયો હતો. મહિલા આ બંનેને એક રૂમમાં લઈ ગઈ હતી. પીડિત જેવો રૂમમાં ગયો ત્યારે રમેશ પોતાના મિત્રો સાથે પહોંચી ગયો હતો. પોતાને મહિલા ભાવનાનો પતિ કહીને પીડિત સાથે મારપીટ કરી હતી. પીડિત આજીજી કરતો હતો કે તેણે કંઈ જ નથી કર્યું પરંતુ રમેશે એક પણ વાત સાંભળી નહોતી. તે પીડિતને લાતો મારતો હતો. આ દરમિયાન ગેંગનો એક સાથી વીડિયો બનાવતો હતો. આરોપી રમેશે પીડિતને વીડિયો બતાવીને ધમકી આપી હતી કે સો.મીડિયામાં વીડિયો વાઇરલ કરીને તેને બદનામ કરશે. તેની પત્ની સાથે આવું કરવાની હિંમત કેવી રીતે કરી. પીડિત વિનંતી કરતો હતો, અંતે રૂપિયા આપવા રાજી થઈ ગયો હતો. આરોપીઓએ 4-5 લાખ રૂપિયા આપ્યા હતા.

પીડિતે આરોપીઓને એક સંબંધી પાસેથી એક લાખ રૂપિયા આપ્યા હતા. પછી તેમને છોડ્યા હતા. પીડિતના ગળામાં રહેલી બે તોલાની સોનાની ચેન પણ લૂટી લીધી હતી. પીડિતને ધમકી આપવામાં આવી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો વીડિયો વાઇરલ કરી દેશે અને બાકીની રકમ ટૂંક સમયમાં આપી દે.

શું છે પૂરી ઘટનાઃ 29 જુલાઈના રોજ કોતવાલી પોલીસ સ્ટેશનમાં પીડિતે ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે તેને બે મેના રોજ મોબાઇલ પર અજાણી યુવતીનો ફોન આવ્યો હતો. આ યુવતીએ પ્લોટ બતાવવાની વાત કરી હતી. તો પીડિત મિત્ર સાથે પાલીના નવા બસ સ્ટેન્ડ સુધી કારમાં ગયો હતો. અહીંયા તેને બે યુવતીઓ મળી હતી. તે તેમને આંબેડકર નગર લઈ ગઈ હતી. બંનેને અલગ અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. આ દરમિયાન અચાનક કેટલાક ગુંડાઓ આવી ગયા હતા અને મારપીટ કરવા લાગ્યા હતા. તેમણે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગળામાં પહેરેલી સોનાની ચેન તથા એક લાખ રૂપિયા પડાવી લીધા હતા.

લૉકડાઉનથી મુંબઈથી ગામડે આવ્યોઃ આરોપી રમેશ ચૌધરી મુંબઈમાં કામ કરતો હતો. જોકે, લૉકડાઉનને કારણે તે ગામડે આવી ગયો હતો. અહીંયા તેણે લવમેરેજ કર્યા હતા. ત્યારબાદ પાલીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બેકાર હોવાને કારણે ઘર ચલાવવું મુશ્કેલ હતું. આ દરમિયાન તે ભંવરલાલ દમામીની પત્ની દિવ્યાના સંપર્કમાં આવ્યો હતો અને હનીટ્રેપમાં ફસાવીને લોકોને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ગેંગ સાથે અન્ય બે યુવતીઓ પણ જોડાયેલી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલાઓ અજાણ્યા નંબર પર ફોન કરતી હતી. વાતોમાં ફસાવતી હતી અને પછી મળવાના બહાને ઘરે બોલાવીને હનીટ્રેપમાં ફસાવતી હતી.

કેવી રીતે ગેંગ પકડાઈઃ 29 જુલાઈના રોજ રમેશની પત્ની ભાવના હીરાગર મહિલા સુરક્ષા સહાયતા સંગઠન સાથે જોડાયેલા ચેતન ચૌહાણને મળવા ગઈ હતી. તેણે કહ્યું હતું કે રમેશ ચૌધર સાથે તેણે 2 એપ્રિલ, 2021ના રોજ લવમેરેજ કર્યા હતા, પરંતુ હવે તે ફસાઈ ગઈ છે. ચેતન ચૌહાણ તેને નયા બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન લઈને આવ્યો હતો. અહીંયા તેણે કહ્યું હતું કે તેનો પતિ લોકોને હનીટ્રેપમાં ફસાવીને પૈસા માગે છે. આ દરમિયાન મહિલાના મોબાઈલ પર સતત ફોન આવતો હતો. તેણે પતિ રમેશને બસ સ્ટેન્ડ બોલાવ્યો હતો. તે જ્યારે અહીંયા આવ્યો તો પોલીસે તેને પકડી લીધો હતો.