રાજીવના મોતના સમાચાર સાંભળી રડતાં-રડતાં કપૂર પરિવારના ઘરે પહોંચ્યા 94 વર્ષના વૃદ્ધ

ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ’થી ફેમસ થયેલ અભિનેતા રાજીવ કપૂરે 9 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતાં. રાજીવના મોતના સમાચારથી બોલિવૂડમાં સન્નાટો છવાઈ ગયો હતો. ત્યારે હાલ પરિવાર માટે પણ મુશ્કેલી ભર્યા દિવસો ચાલી રહ્યાં છે. રાજીવ કપૂરે ભલે લાંબા સમયથી બોલિવૂડની ફિલ્મોમાં જોવા નહોતા મળતાં પરંતુ ફેમિલી ફંક્શનમાં તેઓ ઘણીવાર જોવા મળતાં હતાં.

આર કે સ્ટુડિયોમાં યોજાનાર ફંક્શનાં તેઓ સામેલ થતાં હતાં. આ સ્ટુડિયો સાથે તેમનો બહુ જ જૂનો સંબંધ હતો અને ત્યાંના લોકો સાથે પણ. એ લોકો આજે પણ તેમને યાદ કરે છે. આ જ કારણે રાજીવ કપૂરના અંતિમ દર્શન સમયે 94 વર્ષના વૃદ્ધ પહોંચ્યા હતાં. આ વૃદ્ધ કોઈ બીજું નહીં પરંતુ આરકે સ્ટુડિયો સાથે સંબંધ ધરાવતાં હતાં.

94 વર્ષના આ વૃદ્ધની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. મુંબઈના ઘણાં ફોટોગ્રાફર્સના જણાવ્યા પ્રમાણે, 94 વર્ષના આ વૃદ્ધ આરકે સ્ટુડિયોમાં પહેલા મેનેજર હતાં. કોઈ ફેમિલી રિલેશન ન હોવા છતાં પણ ઘણાં લોકો છે જે કપૂર પરિવારની બહુ જ નજીક છે. તેમાંથી આ એક વૃદ્ધ પણ છે.

આ વૃદ્ધની ઉંમર હોવાને કારણે ચાલવામાં બહુ જ તકલીફ પડી રહી હતી, ચાલવા માટે લાકડીનો સહારો લેવો પડતો હતો છતાં પણ આ વૃદ્ધ કપૂર પરિવારના ઘરે પહોંચ્યા હતાં અને રાજીવ કપૂરના અંતિમ દર્શનમાં સામેલ થયા હતાં. ગેટ પર તેઓ રડી રહ્યાં હતા જેની તસવીર પણ સામે આવી હતી. તે સમયે તેમને ઘણાં લોકો મદદ કરી હતી અને અંદર લઈ ગયા હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ વૃદ્ધનું નામ વિશ્વ મહેરા છે.

નોંધનીય છે કે, 9 ફેબ્રુઆરી રાજીવ કપૂરને હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. મોતના સમાચાર મળતાં કરિના કપૂર, કરિશ્મા કપૂર સહિતના સગા-સંબંધીઓ કપૂર પરિવારના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં ઘણાં લોકોની આંખોમાં આસું જોવા મળ્યા હતાં. આ ઉપરાંત અંતિમ દર્શન માટે પણ બોલિવૂડના ઘણાં સેલેબ્સ પણ ઉમટી પડ્યાં હતાં.