આવકના 10 ટકા સેવામાં વાપરી નાંખે છે સેવાધારી જલ્પાબેન, જાણો શું કરે છે એમનું ફેમિલી?

કોરોનાની મહામારીમાં રાજકોટની એક એવી મહિલા વાત કરા જઈ રહ્યાં છીએ કે જેની વિશે તમે જાણશો તો વાહ વાહ કરતાં થાકી જશો. રાજકોટના જલ્પાબેન પટેલ 8 વર્ષમાં 500 જેટલા લોકોની સેવા કરી ચૂક્યા છે. આજે આખા રાજકોટમાં જલ્પાબેનના ભરપુર વખાણ થઈ રહ્યાં છે. ત્યારે જલ્પાબેને કહ્યું કે, 8 વર્ષ પહેલા મારા પિતાનું અવસાન થયું હતું ત્યારે એવું થયું કે કોઈનો જીવ તો પાછો આવી શકે નહીં પરંતુ ભૂખ્યા અને ઘર વગરના લોકોની મદદ કરીએ તો તે લોકોને નવું જીવન જરૂર આપી શકાય. જાતે રસોઈ બનાવી એક અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. રસ્તા પર રઝળતાં અને ભાટેલા કપડાં પહેરીને રખળતાં બિનવારસી લોકોને જમાડવાનું શરૂ કર્યું.

ધીમે ધીમે રઝળતા અને રખળતાં લોકોને જોઈને એમ થયું કે, આ લોકોને પોતાના જીવનું જીવન જીવતાં શીખવાડવું જોઈએ. રાજકોટમાં આવા લોકોને નવડાવી બાદ તે લોકોને ચોખ્ખા કરવાનું કામ પણ શરૂ કર્યુ હતું. મારું આ કાર્ય જોઈને ધીમે ધીમે મારા પરિચિત અને નજીકના મિત્રો મારો સાથ આપવા લાગ્યા હતાં અને નાનુ એવું કાર્ય બની ગયું ‘સાથી સેવા સંસ્થા’. આ શબ્દો છે હાલમાં જ રાજકોટમાં 10 વર્ષથી એક જ રૂમમાં અઘોરીની જેમ રહેતા ત્રણ ભાઈ-બહેનોને છોડાવનાર જલ્પાબેન પટેલના. રાજકોટના જલ્પાબેન 8 વર્ષમાં અંદાજે 500 જેટલા લોકોને જરૂરિયાત પ્રમાણે સેવા અને મદદ કરી ચૂક્યા છે. એટલું જ નહીં પોતાની કમાણીમાંથી 10 ટકા રમક આ સેવામાં ખર્ચો કરે છે.

રાજકોટમાં રહેતા જલ્પાબેન પટેલ માર્કેટિંગમાં બીબીએનો અભ્યાસ કર્યો છે. પતિ કેતનભાઈ સુપરમાર્કેટ અને કાર લે-વેચનો ધંધો કરે છે. ત્યારે જલ્પાબેને એક વેબસાઈટ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારા પતિ બહુ જ સપોર્ટ કરે છે. મારે 13 વર્ષ પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. હું પણ માર પતિના ધંધા સાથે સંકળાયેલું છું. આવકના 10 ટકા રકમ હું જરૂરિયાત અને બિનવારસી લોકો પાછળ ખર્ચુ છું. આજે આ મહિલાના લોકો વખાણ કરી રહ્યાં છે. આ મહિલાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામા પણ વાયરલ થઈ ચૂકી છે.

વધુમાં જલ્પાબેને જણાવ્યું કે, અનેક લોકો આવી સેવા કરી છે અને રસ્તા પર રઝળતા અને રખડતા લોકોને તૈયાર કરી રહ્યાં છે. આ લોકોને પૂછતાં એવું જાણવા મળ્યું કે, અનેક લોકો ઘરથી તરછોડાયેલા હતા. વકીલ-ડોક્ટર સુધીનો અભ્યાસ કરી ચૂકેલા પણ લોકો માનસિક સંતુલન ગુમાવી બેઠા હતાં અને રસ્તે ભટકતા જોવા મળી રહ્યાં છે. આવા અનેક લોકોને લઈ જઈને ડોક્ટર પાસે સારવાર અપાવવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, રસ્તામાં બિનવારસી લોકો સિવાય જાગ્રત નાગરિકોના ફોન આવે તો રાત છે કે દિવસ એ જોયા વગર સેવામાં નીકળી જાઉં છું. તાજેતરમાં આવેલો ભાઈ-બહેન જેવો કેસ હોય તો આખો દિવસ પણ તેમની પાછળ જતો રહે છે. ક્યારેક મોડી રાત્રે પણ જવું પડે છે. આવા કિસ્સામાં લોકો બહુ જ મદદ કરતાં હોય છે. મહિલા છું પણ હજુ કોઈ દિવસ ખરાબ અનુભવ થયો નથી. હજુ પણ આ સેવા ચાલુ જ રહેશે.

જ્યારે અમારે આવા લોકોની મદદ કરવી હોય છે ત્યારે પૈસાની જરૂર હોય તો અમે કોઈની પણ પાસે રોકડા પૈસા માંગતા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકીએ છીએ અને લોકો મદદ કરે છે. ક્યારેક દવાની જરૂર હોય, ક્યારેક કપડાંની જરૂર હોય તો ક્યારેક અનાજની જરૂર હોય ત્યારે અમે આ રીતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ કરીએ છીએ.