ઘરેથી ભાગેલી છોકરીને ખબર પડી પ્રેમીની સેલેરી પછી તેણે જે કર્યું એ જાણી ચોંકી જશો

બે સગીરને ફેસબુક પર પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. છોકરી આગરાથી ભાગીને લગ્ન કરવા માટે તેના પ્રેમી પાસે ધૌલપુર આવી ગઈ હતી. છોકરી 16 વર્ષની અને છોકરો ઉંમર 17 વર્ષનો હતો. બંનેને ધૌલપુર રેલવે સ્ટેશન પર સંદિગ્ધ અવસ્થામાં ચાઇલ્ડ લાઇને પકડ્યા અને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધાં હતાં. બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ બંને બાળકોને તેમના ઘરેથી ભાગવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ” બંને એક બીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગતા હતા. ”

સગીર પ્રેમી-પ્રેમિકા લગ્ન કરવા માટે ભાગ્યા હતાં
બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ બંને બાળકો પાસેથી તેમના માતા-પિતાનું નામ અને ઘરનું સરનામું પૂછ્યું હતું. આ પછી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન બંને બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે છોકરીને ખબર પડી કે તેના પ્રેમી પાસે માત્ર 1400 રૂપિયા છે અને તે આ રૂપિયાથી જીવનભર સાથે રહી શકે નહીં. જેથી છોકરીએ તરત તેના પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી બંનેને બાળ કલ્યાણ સમિતિના છોકરાના છાત્રાલય અને કોવિડ સેન્ટર અને છોકરીને ચાઇલ્ડ લાઇનમાં મોકલવામાં આવી હતી.

પ્રેમીની સેલેરી જાણીને છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી
બાળ કલ્યાણ સમિતિના સદસ્ય ગિરીશ ગુર્જરે જણાવ્યું કે, ” સગીર છોકરી ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાની રહેવાસી છે અને છોકરો રાજસ્થાનના ધૌલપુરનો છે. બંનેની ફ્રેન્ડશીપ ફેસબુક દ્વારા થઈ હતી. બંને લગ્ન કરવા માગતાં હતાં. એટલે છોકરી તેના ઘરેથી ભાગીને ધૌલપુર આવી હતી. જ્યારે છોકરીએ તેના પ્રેમીને સેલેરી પૂછી તો તેણે માત્ર 1400 રૂપિયા જ હોવાનું જણાવ્યું. આ પછી છોકરીએ લગ્નની ના પાડી દીધી હતી. ”

બાળ કલ્યાણ સમિતિએ બંનેના પરિજનોને સૂચના આપી હતી
છોકરીના પરિજનોને આ બાબતે જાણ કરવામાં આવી અને તેમને ધૌલપુર બોલાવવામાં આવ્યા છે. અત્યારે છોકરીને ચાઇલ્ડ લાઇનમાં મોકલી દેવામાં આવી છે. સમિતિના સભ્યોએ જણાવ્યું કે, ” પરિજનો આવ્યા પછી છોકરીના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરવામાં આવશે.