81 વર્ષની ઉંમરમાં ‘રાવણ’ને ઓળખવા પણ થયા મુશ્કેલ, રિયલ લાઈફમાં છે ભગવાન રામના મોટા ભક્ત

મુંબઈ: કોરોના વાયરસની દહેશત વચ્ચે ચાલી રહેલા લૉકડાઉનમાં હાલ દૂરદર્શન પર સીરિયલ ‘રામાયણ’ પૉપ્યુલર થઈ ચુકી છે. આમ તો રામાનંદ સાગરની રામાયણનો હર એક કિરદાર લોકોને આજે પણ યાદ છે પરંતુ રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદીને તેમના દમદાર અવાજ અને હાસ્યના કારણે ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. 81 વર્ષના થઈ ચુકેલા અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં ભલે રાવણનો કિરદાર નિભાવ્યો હોય, પરંતુ રિયલ લાઈફમાં ભગવાન રામના મોટા ભક્ત છે. આ પેકેજમાં અમે તમને જણાવી રહ્યા છે કે રામાયણમાં રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી વિશે.

8 નવેમ્બર 1938માં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જન્મેલા અરવિંદ ત્રિવેદી હવે મુંબઈમાં રહે છે. તેમણે બાજુના જ એક ગામમાં રામ મંદિર બનાવ્યું અને તેઓ ત્યાં પૂજા પણ કરે છે.

અરવિંદ ત્રિવેદી અત્યારે ખૂબ જ વૃદ્ધ થઈ ચુક્યા છે અને મોટા ભાગનો સમય ઘરે જ રહે છે. તેમના ચહેરામાં એટલો ફેરફાર આવી ચુક્યા છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે.

અરવિંદ ત્રિવેદીએ જ્યારે રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવી, ત્યારથી તેઓ રામના અનન્ય ભક્ત હતા. આ ધારાવાહિકમાં લંકેશને જોઈને ડરી જતા લોકો એ નથી જાણતા કે તેઓ સ્વભાવથી બિલકુલ નરમ છે.

ટીવીના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી ગુજરાતના સાબરકાંઠાથી સાંસદ પણ રહી ચુક્યા છે. 1991 થી 1996 વચ્ચે તેઓ ભાજપના સાંસદ રહ્યા.

એકવાર પોતાના લેખમાં ખુદ અરવિંદ ત્રિવેદીએ લખ્યું હતું કે મને આ ભૂમિકાના કારણે જ લોકસભાના સાંસદ બનવાનો મોકો પણ મળ્યો અને મારા લોકસભા સદસ્ય બનવા પર મારા મિત્ર રાજેશ ખન્નાએ ખૂબ જ મજેદાર ટિપ્પણી કરી હતી રકે, ભારતીય જનતા પાર્ટીએ રામના નામ પણ ચૂંટણી લડી અને રાવણને લોકસભાની ટિકિટ આપી.

અરવિંદ ત્રિવેદીએ કરિઅરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમાનું જાણીતું નામ છે અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. ખુદ અરવિંદે 300 ફિલ્મોમાં કામ કર્યું છે.

ગુજરાત સરકારથી લઈને દેશભર અને દુનિયાભરની અનેક સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં સફળ ઈનિંગ રમી ચુકેલા અરવિંદ હવે અનેક સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.

અરવિંદે ‘દેશ રે જોયા દાદ પરદેશ જોયા’, ‘ઢોલી’, ‘મણિયારો’, ‘સંતુ રંગીલી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કપ્યું છે. અરવિંદના ગુજરાતી સિનેમામાં કરેલા કામ અને હિંદી સિનેમામાં યોગદાનને જોતા રામાનંદ સાગરે તેમને રામાયણમાં રામના કિરદાર માટે પસંદ કર્યા હતા.