યુવતીએ 35 હજારનો બેલ્ટ ખરીદ્યો આ સાંભળતાં જ તેની માતા જે રિએક્શન આપ્યું તે જાણી નવાઈ લાગશે - Real Gujarat

યુવતીએ 35 હજારનો બેલ્ટ ખરીદ્યો આ સાંભળતાં જ તેની માતા જે રિએક્શન આપ્યું તે જાણી નવાઈ લાગશે

રાંચીની મહિલાનો એક વીડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનીતા ગુપ્તા નામની મહિલાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મેરા ડીપીએસવાલા બેલ્ટ ફિચરિંગ બિહારી મોમ કેપ્શન સાથે શેર કર્યો છે. છબી ગુપ્તા નામની છોકરીએ ગુચીનો બેલ્ટ ખરીદ્યો હતો અને જ્યારે તેણે આ બેલ્ટની કિંમત તેની માને જણાવી ત્યારે તેમણે ખૂબ જ રસપ્રદ રિએક્શન આપ્યાં હતાં.

અનીતાને ખબર પડી કે, તેમની દીકરીએ ઓનલાઇન બેલ્ટ મંગાવ્યો છે. તે આ બેલ્ટને જોઈને કહે છે કે, આ તો ડીપીએસ સ્કૂલના બાળકો જેવો બેલ્ટ લાગી રહ્યો છે. આ પછી દીકરી તેમને જણાવે છે કે, તે 35 હજાર રૂપિયાનો બેલ્ટ છે તો તેની મા આશ્ચર્યચકિત થઈ જાય છે.

તે કહે છે કે, જો ગુચીના લોગોમાંથી જી હટાવી દેવામાં આવે તો માત્ર 150 રૂપિયોના બેલ્ટ છે. હું તને આ જ બેલ્ટથી મારીશ. આ મહિલા તેના બિહારી ટોનને લીધે વાઇરલ થઈ રહી છે. છબીએ તેની માનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર શેર કર્યું અને અત્યારસુધી લગભગ 30 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

છબિ ગુપ્તાએ કહ્યું કે, ” તેમણે આ બેલ્ટવાળો વીડિયો બેંગલુરુમાં રેકોર્ડ કર્યો હતો. તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જેટલાં વીડિયો નાખ્યા છે. તે એક બે અઠવાડિયા જૂના નહીં પણ છેલ્લાં બે ત્રણ વર્ષના કલેક્શન છે અને તે ઘણીવાર પોતાની માનો વીડિયો બનાવતી રહે છે. ”

છબિએ કહ્યું કે, ” હું જ્યારે પણ પોતાની માને કંઈ પૂછું છું તો તેમનું મોટાભાગની બાબતે ખૂબ જ ફની અને રસપ્રદ રિએક્શન હોય છે. એટલે હું આ રિએક્શનને રેકોર્ડ કરી લવ છું. હું ઘણીવાર પોતાની માના વીડિયો પોતાના એકાઉન્ટ પર નાખતી હતી અને લોકોનો સારો રિસ્પોન્સ મળતો હતો.”

તેમણે વધુમાં કહ્યું કે, ” જ્યારે હું મમ્મી સાથે નહોતી અને તેમની યાદ આવતી હતી ત્યારે તે વીડિયો જોતી હતી. અત્યારે લોકડાઉનમાં જ્યારે હું મમ્મી સાથે રાંચીમાં છું તો વિચાર્યું કે મમ્મીને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી તેમના એકાઉન્ટ પર જ વીડિયો પોસ્ટ કરી દવ.”

છબિએ જણાવ્યું કે, ” તેમના મા આ વીડિયો પર આવેલાં રિએક્શનથી ખુશ છે. ” તેમણે કહ્યું કે, ” મમ્મીને સતત ફોન આવી રહ્યા છે જેને લીધે તેમના જૂના ફ્રેન્ડ્સ પણ તેમની સાથે વાત કરી રહ્યા છે. મમ્મી પણ આ પ્રતિક્રિયાની મજા ઉઠાવી રહી છે.”

You cannot copy content of this page