નાના ભાઈના નિધનના પાંચમા દિવસે બેશરમ બનીને કપૂર પરિવારે માણી પાર્ટી

મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર આજે 15 ફેબ્રુઆરીએ 74મો જન્મદિવસ હતો. રણધીર કપૂરે એક દિવસ પહેલાં એટલે કે 14 ફેબ્રુઆરીની રાત્રે ચેમ્બુર સ્થિત ઘરમાં પાર્ટી આપી હતી. આ જ ઘરમાં પાંચ દિવસ પહેલાં એટલે કે 9 ફેબ્રુઆરીએ નાના ભાઈ રાજીવ કપૂરની અર્થી નીકળી હતી. જે રૂમમાં રાજીવ કપૂરનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો, તે જ ઘરમાં પાંચ દિવસ બાદ દારૂની છોળો ઉડી હતી. કપૂર પરિવારે બેશરમ બનીને પાર્ટી માણી હતી.


રણધીરે મનાવ્યો 74મો જન્મદિવસઃ રણધીર કપૂરનો જન્મ 15 ફેબ્રુઆરી, 1947ના રોજ મુંબઈમાં થયો હતો. રણધીર કપૂર પિતા રાજ કપૂર જેટલાં સફળ થયા નહીં. રણધીરે બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું.

રણધીરે બોલિવૂડ એક્ટ્રેસ બબીતા સાથે લગ્ન કર્યાં છે. જોકે, બે દીકરીઓ કરિશ્મા તથા કરીનાના જન્મ બાદ બબીતા તથા રણધીર વચ્ચે મતભેદ થયા હતા અને બંને અલગ થઈ ગયા હતા.

જોકે, રણધીર કે બબીતાએ ડિવોર્સ લીધા નથી. કપૂર પરિવારના કોઈ પણ પ્રસંગે બબીતા તથા રણધીર સાથે જોવા મળે છે.


પાર્ટીમાં આ સેલેબ્સ જોવા મળ્યાઃ રણધીર કપૂરના 74મા જન્મદિવસની પાર્ટીમાં પત્ની બબિતા, કરિશ્મા કપૂર દીકરી સમાયરા સાથે આવી હતી. તો કરીના દીકરા તૈમુર તથા પતિ સૈફ સાથે જોવા મળી હતી.

કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીના પૂરા દિવસો જઈ રહ્યા છે. રિમા જૈન દીકરા અરમાન, વહુ અનિસા મલ્હોત્રા જોવા મળી હતી. રિમા જૈનનો બીજો દીકરા આદર જૈન ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો.


આ ઉપરાંત પાર્ટીમાં સંજય કપૂર પત્ની મહિપ સાથે આવ્યો હતો. નીતુ સિંહ દીકરી રિદ્ધિમા, રણબીર તથા આલિયા સાથે આવ્યા હતા. કુનાલ કપૂર દીકરા ઝહાન સાથે આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નવ ફેબ્રુઆરીએ 58 વર્ષીય રાજીવ કપૂરનું હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. રાજીવ કપૂર ચેમ્બુર સ્થિત ઘરમાં ભાઈ રણધીર સાથે રહેતા હતા. તેમને તાત્કાલિક ચેમ્બુરની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટર્સ તેમને બચાવી શક્યા નહીં. નવ ફેબ્રુઆરીએ જ રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.