જંગલની વચ્ચે સૂમસામ ઝૂંડપી જોઈને આર્મી મેનને થયું આશ્ચર્ય, અંદર ગયો તો ઉડી ગયા હોંશ

પ્રકૃતિના નજારા ખૂબ જ સુંદર અને રહસ્યમય ભરેલાં હોય છે. પ્રકૃતિ આજે પણ લોકો માટે રહસ્યમય બનેલી છે. આટલી ટેક્નિકનો વિકાસ થવા છતાં પણ પ્રકૃતિના ઘણાં રહસ્યો પરથી પડદો ઉઠાવી શકાયો નથી. પ્રકૃતિએ મનુષ્યો માટે જંગલ, નદી અને પહાડો આપ્યા છે. આજે માણસ તેમની મદદથી પોતાનું જીવન જીવી રહ્યા છે. પણ ઘણીવાર પ્રકૃતિ સાથે છેડછાડ પણ કરી બેસે છે. જેનું ભયાનક પરિણામ સારું હોતું નથી. જોકે, આજે અમે તમને પ્રકૃતિના ભયાનક અંજામ વિશે તમને જણાવી રહ્યા છીએ.

પૃથ્વી પર મોટાભાગે જંલગ આવેલાં છે. જંગલમાંથી જ આપણને શુદ્ધ હવા અને જીવન માટે નવી ઉપયોગી વસ્તુ મળે છે. આજે અમે તમને જંગલની એક વિચિત્ર ઘટના વિશે જણાવી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ કેલિફોર્નિયાના અર્કાટા જંલગની. આ સમયે તે જંગલમાં બનાવેલી એક ઝૂંપડી લોકો માટે રહસ્ય બની ગઈ છે. આખા અમેરિકામાં આ ઝૂંપડી વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.

થોડાક દિવસો પહેલાં એક રેન્જરનો સામનો આવી જ એક વસ્તુ સાથે થયો. જેની તેમને કલ્પના પણ નહોતી. વર્ષોથી જંગલમાં રહીને કામ કરતાં રેન્જર માર્ક આંદ્રે એક દિવસ જંગલમાં કાપવામાં આવતાં ઝાડને નિશાન કરવા માટે જંગલની અંદર ઘૂસી ગયા હતાં. તો તેમણે એક ઝૂંડપી જોઈ, જેને જોઈને તે મુશ્કેલીમાં પડી ગયા હતાં. તેમણે જંગલની વચ્ચે એખ સૂમસામ ઝૂંપ જોઈ અને તેમને વિશ્વાસ થયો નહીં. રેન્જરે જણાવ્યું કે, તે થોડાક દિવસ પહેલાં જંગલમાં આવ્યો હતો તો, આ ઝૂંડપી અહીં નહોતી. થોડાંક દિવસ પછી તે પાછા આવ્યા ત્યારે ઝૂંડપી જોવા મળી હતી.

જ્યારે રેન્જર હિંમત કરીને ઝૂંપડીની અંદર ગયો તો તે ત્યાંનો નજારો જોઈને હેરાન થઈ ગયો હતો. જ્યારે તે ઝૂંડપીની અંદર ગયો તો તેને જોયું કે, ત્યાં એક આલીશાન ઘરની જેમ દરેક પ્રકારનો સામાન હાજર હતો. તે સમજી શકતો નહોતો કે, કોણ આવી ખતરનાક અને સૂમસામ જગ્યા પર રહેવા માંગે છે.

જ્યારે ઝૂંપડીની તપાસ કરવામાં આવી તો તેમાંથી એક મહિનો ચાલે એટલી સામગ્રી મળી હતી. તેમાં સોફા અને ટાઇપરાઇટર પણ મળ્યું. રેન્જરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે, ઘરની વસ્તુને જોઈને એવું લાગી રહ્યું હતું કે, કોઈ હેરાન અથવા સનકી વ્યક્તિ અહીં રહે છે.

ઘરની અંદરથી એક લિસ્ટ પણ મળ્યું. જેના પર દરરોજના કામની જાણકારી હતી અને ઘરના કિંમતી સામાનની માહિતી હતી અને ઘરના રિનોવેશન વિશે લખ્યું હતું. બહારથી ભલે એક ઝૂંપડી દેખાતી હોય પણ તે અંદરથી એક મજબૂત કોંક્રિટના બેઝ પર બનાવવામાં આવી હતી. તેને એવી રીતે બનાવવામાં આવી હતી કે, તે દરેકને સરળતાથી દેખાઈ શકે.

કોઈ ના મળતાં રેન્જરે ઘરની અંદર એક લિસ્ટ મૂક્યું હતું જેમાં લખ્યું હતું કે, પબ્લિક પ્રોપર્ટી પર કેમ્પેનિંગ કરવું ગેરકાયદે છે. તેના થોડાંક દિવસો પછી રેન્જર પોતાની ટીમની સાથે ત્યાં પહોંચ્યો તો ઝૂંપડી ત્યાંથી ગાયબ હતી. રેન્જરે જણાવ્યું કે, ઝૂંપડી હટાવ્યા પછી એટલી સફાઈ કરવામાં આવી હતી કે, ખબર જ પડે નહીં કે, અહીં કોઈ રહેતું હશે કે, નહીં. અહીં એક ખિલ્લી પણ નહોતી મારી હતી.