13 એપ્રિલથી સૂર્ય બદલશે પોતાની રાશિ, મેષમાં કરશે પ્રભાવ, કોણ બનશે ધનવાન? - Real Gujarat

13 એપ્રિલથી સૂર્ય બદલશે પોતાની રાશિ, મેષમાં કરશે પ્રભાવ, કોણ બનશે ધનવાન?

અમદાવાદઃ 13 એપ્રિલે મેષ સંક્રાંતિ છે. સંક્રાંતિનો અર્થ થાય છે સૂર્યનો કોઈ રાશિમાં પ્રવેશ થવો. 13 એપ્રિલ 2020ના દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 14 મે સુધી આ જ રાશિમાં રહેશે. મેષ સૂર્ય ગ્રહની ઉચ્ચ રાશિ છે. આ રાશિમાં સૂર્ય પ્રબળ હોય છે અને સારા પરિણામો આપે છે. ચાલો જાણીએ તમામ રાશિઓ પર તેનો શું પ્રભાવ રહેશે.

મેષઃ તમારા માટે આ ખૂબ જ શાનદાર રહેશે. આ દરમિયાન મેષ રાશિના જાતકોને સારું પરિણામ મળશે. સરકાર તરફથી તમને લાભ મળશે. માન, સન્માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે.

વૃષભઃ આ રાશિના જાતકોને મિશ્ર ફળ મળશે. આ સમ દરમિયાન ખર્ચમાં વધારો થશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો. નોકરીમાં સ્થળાંતરના યોગ છે.

મિથુનઃ મિથુન રાશિને પણ આ સમયમાં લાભ થશે. તમારી આવક વધી શકે છે. તમને કોઈ ઉપલબ્ધિ મળી શકે છે. જોકે, તમારા અભિમાનમાં વધારો થઈ શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે.

કર્કઃ કર્ક રાશિ માટે આ સમય અનુકૂળ રહેશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં સારું પરિણામ મળવાની સંભાવના છે. ગોચર દરમિયાન સૂર્ય તમારા ગ્રહને તમારા કાર્યક્ષેત્રમાં માન સન્માન અપાવશે. જો તમે તમારા કાર્યક્ષેત્રમાં સમસ્યાનો સામનો કરો છો તો તે દૂર થશે.

સિંહઃ તમારા ભાગ્ય ભાવમાં સૂર્ય ગોચર કરશે. જેથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. સામાજિક કાર્યોમાં તમે ભાગ લેશે. તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સફળ સાબિત થશે. આ દરમિયાન તમારી નોકરીમાં સ્થળાંતરણ થઈ શકે.

કન્યાઃ આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને. ધનની હાનિ થવાનો પણ યોગ છે, જેથી તેના પર થોડું ધ્યાન આપો. વર્તમાન સ્થિતિને લઈ મને બેચેન થશે. માનસિક તણાવને પોતાના પર હાવી ન થવા દો.

તુલાઃ સૂર્યના ગોચરમાં તમને બહુ સારા પરિણામો નહીં મળે. આ સમયમાં સૂર્ય તમામ વિવાહ ભાવમાં પ્રવેશ કરશે તેના કારણે દાંમ્પત્ય જીવન પર નકારાત્મક પ્રભાવ પડશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે. પરંતુ વેપાર માટે અનુકુળ સ્થિતિ રહેશે.

વૃશ્ચિકઃ તમને આ સમયમાં ખૂબ જ અનુકૂળ પરિણામ મળશે. સરકારી ક્ષેત્રથી કેટલાક સારા પરિણામો મળી શકે છે. તમે તમારા શત્રુઓને મ્હાત આપવામાં સફળ રહેશો. જો કોઈ કોર્ટ કચેરીનો મામલો છે તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

ધનઃ તમારા સંતાનના ભાવમાં સૂર્ય ગોચર થશે. આ અવધિમાં તમને મિશ્ર પરિણામો મળશે. પ્રેમજીવનમાં પરિસ્થિતિ વિપરિત નજર આવી શકે છે. આ દરમિયાન પ્રેમી સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. એટલે તેમની ભાવનાઓનું ધ્યાન રાખો.

મકરઃ તમને સમાજમાં માન સન્માન મળશે. પૈતૃક સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે. સરાકરી ક્ષેત્રમાં પણ સારા લાભ મળશે. જો તમે નોકરી કરો છો તો સારું ઈન્ક્રીમેન્ટ અને સારું પદ મળી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભઃ આ સમયગાળામાં તમારા પ્રયાસો તેમને સફળતા અપાવશે. તમારા જોશ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે. તમે નીડર થઈને કામ કરશો. તમને કેટલા નવા લોકોને મળવાનો મોકો મળશે, જે તમારા વેપારને નવી દિશા આપવામાં મદદ કરશે.

મીનઃ સૂર્યનો ગોચર ધન ભાવમાં હશે. જેથી તમારા ધનમાં વૃદ્ધિ થશે. જો પૈસા રોકાયેલા છે તો તે આવશે. જોકે આ વચ્ચે તમારી વાણી કઠોર થઈ શકે છે.