‘મસ્ત મસ્ત ગર્લ’ રવિના ટંડન પતિ સાથે રહે છે દરિયા કિનારે બનેલા આલિશાન બંગલા, તસવીરોમાં ખાસ

મુંબઈઃ કોરોના લોકડાઉન દરમિયાન માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલીવુડની હસ્તીઓ પણ તેમના ઘરમાં કેદ છે. તેઓ હાલમાં રોજ સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં રવિના ટંડનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે લોકોને કોરોનાથી કેવી રીતે બચવું તે જણાવી રહી હતી. રવિના ટંડનનો બંગલો મુંબઈના બાંદ્રા વિસ્તારમાં છે. રવિના અહીં પતિ અનિલ થડાની અને બાળકો (પુત્રી સાશા અને પુત્ર રણવીર)ની સાથે રહે છે.

બાન્દ્રા સ્થિત રવિનાના આ બંગલાનું નામ ‘નિલયા’ રાખવામાં આવ્યું છે. આ લક્ઝુરિયસ બંગલો સી-ફેસિંગ છે. રવિનાનો આ બંગલાની કિંમત કરોડોમાં છે. સપનાના ઘરને સજાવવા માટે મોટાભાગની વસ્તુઓ રવિનાએ પસંદ કરી છે.

પ્રકૃતિની નજીક જતા રવિનાએ તેના આશિયાનાને કંઈક એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તેમાં રવિનાની કલાત્મક વિચારસરણી તેમજ તેનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દેખાય છે.

એક ઈન્ટરવ્યૂમાં રવિનાએ તેના ઘર વિશે જણાવતા કહ્યું હતું, “હું મારા બંગલામાં ફ્યુઝન ઇચ્છતી હતી. મને કેરળમાં બનેલાં ઘરો બહુ જ ગમે છે અને તેમાંથી પ્રેરણા લઈને મેં આ ઘરની ડિઝાઈન કરાવી છે.”

રવિનના ઘરની અંદર પહોંચતા જ ચારેય તરફ હરિયાળી દેખાય છે. આઉટડોરની વાત કરીએ તો કાળો, લાલ અને ગ્રે પથ્થરોથી તેને સજાવ્યુ છે. અહીં એક મંદિર પણ છે, જેમાં બેસીને પરિવારનાં લોકો પુજા-પાઠ કરે છે.

મંદિર બનાવતી વખતે વસ્તુનું પણ પુરૂ ધ્યાન રાખવામાં આવ્યુ છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવ્યુ છે કે, સૂર્યના કિરણો આખો દિવસ તેની ઉપર પડે છે. એન્ટ્રેસની પાસે જ ગણેશજીની કલાત્મક કૃતિ લગાવવામાં આવી છે.

રવિના શાંતિ પ્રિય છે અને આ વાત તેનાં ઘરમાં પણ જોવા મળે છે. રવિના મુજબ, મારા ઘરમાં જો તમે શાંત બેસશો તો થોડા જ સમયમાં તમને પક્ષીઓનાં ગીતો સંભળાશે.

રવીના મુજબ, આ અહેસાસ હું હંમેશા ઈચ્છતી હતી કે, જ્યારે પણ સવારે આંખ ખુલે તો ઘરની બારી ખોલતા જ સામે હરિયાળી દેખાય.

રવિના ટંડન પોતાના ડ્રોઈંગ રૂમમાં કંઈક આ અંદાજમાં જોવા મળી હતી.

 

રવિના ટંડને પોતાના ઘરમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. પિંક તથા વ્હાઈટ આઉટફિટમાં રવિના ગોર્જિયસ લાગે છે.

રવિના ટંડનને વાંચવાનો ઘણો જ શોખ છે અને તેણે પોતાના બંગલામાં એક રૂમમાં ખાસ લાઈબ્રેરી બનાવી છે.

રવિનાના ઘરમાં વિક્ટોરિયન સ્ટાઈલનું ફર્નિચર જોવા મળે છે.

રવિના ટંડન ઘરના એન્ટ્રેસ પર આવેલા ગણેશજીની મૂર્તિ આગળ દર વર્ષે દિવાળી પર રંગોળી બનાવે છે.