સૈફની આ પહેલી પત્નીએ પહેલા કર્યા હતા ક્રિકેટર સાથે સગાઈ પરંતુ બન્યું એવું કે એક જ ઝાટકે થઈ ગયા અલગ

મુંબઈ: કોરોના વાયરસનો ડર આખી દુનિયામાં છે. હજારો લોકો રોજ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. જો કે, ભારતમાં સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડ અને ટીવી સેલેબ્સ પણ કામ પર પાછા ફરી રહ્યા છે. તો, સોશિયલ મીડિયા પર સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા, કહાનીઓ અને ફોટોસ તથા વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દુબઈમાં આઈપીએલ શરૂ થઈ ગયું છે અને આ વચ્ચે ક્રિકેટર્સના લવ અફેર્સના કિસ્સા પણ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો સૈફ અલી ખાનની એક્સ વાઈફ અમૃતા સિંહ અને ક્રિકેટર રવિ શાસ્ત્રીના અફેરને લઈને વાયરલ થઈ રહ્યો છે.

યુવાનોના દિલ પર રાજ કરનાર રવિ શાસ્ત્રી, અમૃતા સિંહ પર ફિદા હતા. 80ના દાયકામાં જ્યારે બંને પોતાના કરિયરની ઊંચાઈ પર હતા ત્યારે તેમની લવસ્ટોરીની ખૂબ જ ચર્ચાઓ થઈ હતી.

રવિ શાસ્ત્રીને જોવા અમૃતા અનેક વાર સ્ટેડિયમમાં હાજર રહેતી હતી. જો કે, ખુલીને બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર નહોતો કર્યો.

ડિંગીના નામથી મિત્રોમાં ફેમસ અમૃતા, રવિનો મેચ જોવા શારઝાંહ પણ ગઈ હતી. જ્યાં રવિના દરેક ચોકા-છક્કા પર તાળીઓ પાડતી નજર આવી હતી. એટલું જ નહીં રવિ પણ અમૃતાની ફિલ્મના સેટ પર નજર આવતા હતા.

અમૃતાની સાથે મેગેઝીનના કવર પર ફોટો છપાતા સનસનાટી મચી ગઈ હતી. અફવાઓ ઉડી હતી કે બંનેએ સગાઈ કરી લીધી અને જલ્દી જ બંને લગ્ન કરી લેશે.

ખબરોનું માનીએ તો બંને રિલેશનશિપને લઈને સીરિયસ હતા અને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ બંનેના સંબંધો ત્યાં સુધી પહોંચે તે પહેલા બ્રેકઅપની ખબરો આવી ગઈ.

કપલનો સંબંધ તૂટવાનું કારણ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું ક્યારેય એક અભિનેત્રીને પત્ની નહોતો બનાવવા માંગતો, કારણ કે મને લાગે છે કે મારી પત્નીની પહેલી પ્રાથમિકતા ઘર હોવી જોઈએ.

શાસ્ત્રીના નિવેદન બાદ અમૃતાએ પણ એક ઈન્ટરવ્યૂમં તેનો જવાબ દેતા કહ્યું હતું કે, હાલ તો હું માત્ર મારા કરિયર પર ધ્યાન આપવા માંગું છું. જેના કારણે હું આ સંબંધને આગળ વધારી શકું એમ નથી, મને વિશ્વાસ છે કે કેટલાક વર્ષો બાદ હું એક ફુલ ટાઈમ વાઈફ અને મધર બનીશ.

કેટલાક વર્ષોની સીરિયસ રિલેશનશિપ બાદ રવિ અને અમૃતાનું બ્રેકઅપ થઈ ગયું હતું, બાદ 1990માં રવિએ રિતુ સિંહ સાથે લગ્ન કર્યા. તો 1991માં અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને ઘર વસાવ્યું હતું. કપલના બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.

જો કે, અમૃતાના સૈફ સાથેના લગ્ન ટક્યા નહીં. લગ્નના 13 વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા અમૃતા સાથે છૂટાછેડા લીધા બાદ સૈફે 2012માં કરીના સાથે લગ્ન કર્યા. કપલનો એક દીકરો તૈમૂર છે તો કરીના ફરી વાર માતા બનનાર છે. સૈફ અને કરીનાના લગ્નમાં અમૃતાના બંને બાળકો સારા અને ઈબ્રાહિમ પણ સામેલ થયા હતા.