એક સમયે દુનિયાનાં ટોપ 10ની હસ્તીઓ સામેલ હતા મુકેશ અંબાણી, આ કારણે ટોપ 20માંથી નીકળ્યાં બહાર

કોરોનાની મહામાપીએ દેશનાં સૌથી મોટા પૈસાદાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે અદાણી, શિવનાડર અને ઉદય કોટક જેવાં ઉદ્યોગપતિઓને દુનિયાનાં પૈસાદાર લોકોનાં ટોપ 100નાં લિસ્ટમાંથી બહાર નીકળી ગયા છે. રિલાયન્સનાં સતત ઘટી રહેલાં શેરને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. તેમની કુલ નેટવર્થ 50 બિલિયન ડોલરથી ઘટીને 36.8 બિલિયન ડોલર થઈ ગઈ છે. એટલેકે, કોરોના મહામારીને કારણે તેમની કુલ સંપત્તિ 13.20 બિલિયનની ખોટ ગઈ છે.

ફોર્બ્સનાં રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણી આખી દુનિયામાં સૌથી પૈસાદાર લોકોની યાદીમાં ટોપ 10માંથી બહાર નીકળી ગયા છે. તેની સાથે જ મુકેશ અંબાણી પાસેથી એશિયાનાં સૌથી પૈસાદાર વ્યક્તિનું બિરુંદ પણ છીનવાઈ ગયુ છે. તેમની જગ્યા અલીબાબાનાં ફાઉન્ડર જેક માને મળી ગઈ છે. જે લિસ્ટ મુજબ એશિયાનાં સૌથી પૈસાદાર વ્યક્તિ છે.

ફોર્બ્સ મુજબ, મુકેશ અંબાણી 36.8 બિલિયન ડોલરના નેટવર્થની સાથે દુનિયાનાં 21માં સૌથી પૈસાદાર વ્યક્તિ છે. પરંતુ ભારતમાં તે હજી પણ સૌથી પૈસાદાર વ્યક્તિ છે. મુકેશ અંબાણીના નેટવર્થમાં ઘટાડો આવવાનું સૌથી મોટું કારણ તેમના શેર્સની કિંમતમાં પાછલાં બે મહિનામાં આવેલો ઘટાડો છે. આ ઘટાડાનું બે મુખ્ય કારણ એક તો સાઉદી અરબ અને રશિયાની વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને ચાલા રહેલો વિવાદ અને બીજો કોરોનાવાયરસ મહામારી જેને કારણે રિલાયન્સનું રિટેલ સેક્ટર ઘણું પ્રભાવિત થયુ છે.

મુકેશ અંબાણી અને તેમનાં પરિવારે રિલાયન્સનાં ઘટી રહેલાં શેરની કિંમતનો ફાયદો ઉઠાવીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં 9,145 કરોડ રૂપિયાની વેલ્યૂનાં શેર્સ ખરીદ્યા છે. તેમણે ઓપન માર્કેટ દ્વારા શેર ખરીદ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ 2,68,308 શેર્સ ખરીદ્યા છે. નીતા અંબાણીએ 7,03,708, ઈશા અંબાણીએ 7,71,220, આકાશ અંબાણીએ 7,73,620 અને અનંત અંબાણીએ 73,00,000 લાખ શેર્સ ખરીદ્યા છે.

રિલાયન્સનાં શેરની કિંમત હાલમાં 1000 રૂપિયાની આસપાસ ચાલી રહી છે. જોકે, હાલમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બજારમાંથી NCD (નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ) દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્ર કરવાની વાત કરી હતી. જેને કારણે રિલાયન્સનાં શેર્સની કિંમતમાં વધારો આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, RILએ પાછલાં પાંચ વર્ષોમાં ઘણું રોકાણ કર્યુ છે. જેમાં ફક્ત Jioનાં બિઝનેસને બનાવવા માટે જ ફક્ત 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યુ હતુ. એવામાં કોરોના વાયરસની મારથી કંપનીને ઘણું નુકસાન ગયુ છે.

ભારતનાં સૌથી વધુ પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીએ ઓગષ્ટ 2019માં રિલાયન્સની AGMમાં રિલાયન્સને દેવામુક્ત બનાવવા માટે રોડમેપ રજૂ કર્યો હતો,. તેમનાં પ્લાન મુજબ, સાઉદી અરામકો રિલાયન્સમાં 1.1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જે બાદ રિલાયન્સ તેને ઓઈલ અને કેમિકલ ઉદ્યોગનો 20 ટકા હિસ્સો વેચી દેશે. પરંતુ કોરોનાને કારણે આ ડીલમાં વિલંબ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છેકે, ફોર્બ્સે ભારતમાં સૌથી પૈસાદાર લોકોનું લિસ્ટ 20201 રજૂ કર્યુ છે. જેમાં મુકેશ અંબાણી પહેલાં સ્થાને છે. ત્યારબાદ બીજા સ્થાને D-MARTનાં પ્રમોટર રાધાકિશન દામાની છે. જેમની સંપત્તિ કોરોના મહામારી બાદ પણ આ વર્ષે 5 ટકા વધીને 10.20 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉછાળો જોવા મળી રહ્યો છે.