જો આ પાપી ગ્રહ શુભ હોય તો તમે બની શકો છો માલામાલ, જુઓ ક્યાંક તમારી કુંડળીમાં તો નથી ને!

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ ગ્રહને એક પાપી ગ્રહ કહેવામાં આવ્યો છે. સામાન્ય રીતે કુંડળીમાં રાહુ ગ્રહનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભય ઉત્પન્ન થઈ જાય છે જોકે, કોઈ પણ ગ્રહ શુભ કે અશુભ હોતા નથી. જોકે, તેનું ફળ શુભ તથા અશુભ હોય છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો તે શુભ ફળ આપે છે.


કુંડળીમાં રાહુની શુભ સ્થિતિ વ્યક્તિનું નસીબ ચમકાવી દે છે. રાહુના શુભ પ્રભાવથી વ્યક્તિમાં કુશાગ્ર બુદ્ધિ આવે છે. રાહુવાળી વ્યક્તિ સમાજમાં સન્માનીય ઈમેજ બનાવવામાં સફળ થાય છે. તે પોતાના ધર્મનું પાલન ઘણી જ સારી રીતે કરે છે. જોકે, કુંડળીમાં રાહુની શુભ-અશુભ સ્થિતિ તેના નિશ્ચિત સ્થાન તથા શત્રુ અથવા મિત્ર ગ્રહ સાથેની યુતિ કે પછી તેની દૃષ્ટિ પર નિર્ધારિત હોય છે.


જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ, શુક્ર તથા બુધ લગ્ન ભાવના સ્વામી છે તો રાહુલ શુભ ફળ આપી શકે છે. રાહુ, શુક્ર, શનિ તથા બુધનો મિત્ર છે. જો કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, મંગળ અથવા ચંદ્રમા લગ્નભાવના સ્વામી હોય તો રાહુ અશુભ ફળ આપે છે. કારણ કે રાહુ આ ગ્રહોનો શત્રુ છે.


જન્મકુંડળીમાં રાહુ ગ્રહ ત્રીજા, છઠ્ઠા અથવા અગિયારમાં ભાવે હોય તો શુભ ફળ આપે છે. કુંડળીમાં રાહુ શુભ હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ સ્ટ્રોંગ બને છે. તે ધર્મ કર્મમાં રૂચી રાખે છે. આવી વ્યક્તિ ધાર્મિક તથા આધ્યાત્મિક ફિલ્ડમાં સફળ હોય છે. તેની પાસે પૈસાની કોઈ કમી હોતી નથી. તે સમાજમાં પોતાની ઓળખ એક ધનવાન વ્યક્તિ તરીકે કરે છે.