IAS ટીના ડાબીની બહેને એક જ ઝાટકે પાસ કરી UPSC એક્ઝામ

UPSCએ વર્ષ 2020 સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દીધું છે. આ વખતે વર્ષ 2016માં UPSCની ટોપર ટીના ડાબીની નાની બહેન રિયા ડાબીએ સિવિલ સેવાની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 15મો રેન્ક હાંસલ કર્યો છે. IAS ટીના ડાબીએ આ પ્રસંગે તેમની નાની બહેનને ટ્વિટર દ્વારા શુભેચ્છા આપી છે. રિયા સૌથી ઓછી ઉંમરમાં UPSC ક્લિયર કરનારી કેન્ડિડેટ્સમાંથી એક બની ગઈ છે. તેમણે વર્ષ 23ની ઉંમરમાં પરીક્ષા પાસ કરી લીધી છે.

રિઝલ્ટ પર ખુશી વ્યક્ત કરતાં રિયાએ જણાવ્યું કે, ‘તેમને પોતાની મા પાસેથી પ્રેરણા મળે છે. તે ઇચ્છે છે કે, બંને દીકરીઓ IAS ઓફિસર બને. ટોપ 15માં આવ્યા પછી રિયા ખૂબ જ ખુશ છે.’ તેમણે આ સફળતાં પહેલીવારમાં જ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ હાંસલ કરી લીધી છે.

રિયાએ જણાવ્યું કે, ‘તેમને પેઇન્ટિંગનો શોખ છે અને તે પોતાને રિલેક્સ કરવા માટે હંમેશા પેઇન્ટિંગ કરે છે. તે ટ્રેડિશનલ પેઇન્ટિંગ પણ કરે છે. જેનાથી UPSCની પરીક્ષામાં તૈયારીના ફોકસમાં ખૂબ જ મદદ મળે છે.’

રિયાની મા હિમાની ડાબીનું કહેવું છે કે, ‘આજે તે ખૂબ જ ગર્વ અનુભવી રહી છે. મે દીકરીઓને દીકરા કરતાં વિશેષ રાખી છે. હું પોતાની બંને દીકરીઓને એવી ચોઈસ આપી હતી અને બંનેએ તેમનું માન-સન્માન વધાર્યું છે.’

રિયાના પિતા જસવંત ડાબીએ આ અવસરે કહ્યું કે, ‘દીકરીની સફળતાથી ગર્વ અનુભવી રહ્યા છે. ટીના રાજસ્થાનમાં ખુશી મનાવી રહી છે. જ્યારે રિયા સાથે પરિવાર અને ઘરે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે.’

રિયાએ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજથી વર્ષ 2019માં પોલિટિકલ સાયન્સથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમની બહેન ટીના ડાબી પણ દિલ્હી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. રિયાના માતા-પિતા બંને બ્યુરોક્રેટ્સ છે. રિયા કહે છે કે, મોટી બહેન ટીના હંમેશા તેમની ગાઈડ રહેશે.