રિક્ષા ડ્રાઈવરે બતાવી એવી ઈમાનદારી કે પોલીસે પણ સલામ ઠોકીને કર્યું સન્માન

ચેન્નાઈમાં એક રીક્ષા ડ્રાઈવરે 20 લાખ રુપિયાના સોનાના દાગીના ભરેલી બેગ તેના માલિકને પરત સોંપી હતી. આ બેગ જોઈને માલિક પણ બે ગડી તો સ્તબ્ધ થઈ ગયા અને આંખોમાંથી આસું આવી ગયા. સમગ્ર દેશમાં આ કિસ્સાના ભરપુર વખાણ થઈ રહ્યાં છે અને આ રિક્ષા ડ્રાઈવરની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચેન્નાઈમાં રહેતા પોલ બ્રાઈટ નામના એક વ્યવસાયી પોતાની પુત્રીના લગ્ન પતાવીને રીક્ષામાં ઘરે પરત ફરી રહ્યાં હતાં. તે સમયે તેની પાસે એક સોનાના દાગીના ભરેલી બેગ હતી જ્યારે તેઓ રિક્ષામાં મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે માલિક સતત ફોન પર વાતો કરવામાં વ્યસ્ત હતાં ત્યાર બાદ તેઓ રિક્ષામાં ઉતર્યાં અને ભડુ આપીને ચાલતાં થઈ ગયા હતાં પરંતુ બેગ રિક્ષામાં જ રહી ગઈ હતી. બેગ રિક્ષામાં ભૂલી જતાં માલિક ટેન્શનમાં આવી ગયા હતાં.

ત્યાર બાદ રિક્ષા ડ્રાઈવર સરવનને આગળ જઈને રિક્ષામાં પડેલી બેગ પર ધ્યાન પડ્યું હતું. રિક્ષા ડ્રાઈવરે બેગ ખોલીને જોયું તો તે બેગ દાગીનાથી છલોછલ ભરેલી હતી. પરંતુ રિક્ષા ડ્રાઈવરનું મન પોતાની સહેજ પણ ડગ્યું નહીં અને ડ્રાઈવરે બેગના માલિક સુધી પહોંચવા બહુ જ મહેનત કરી હતી. મહત્વની વાત એ છે કે, બેગ માલિક પોતાની પુત્રીને આ દાગીના ગિફ્ટમાં આપવા માંગતા હતાં. બેગ ખોવાઈ જતાં પોલનો પરિવાર ટેન્શનમાં મુકાઈ ગયો હતો.

રિક્ષા ડ્રાઈવર બેગ પરત આપવા માટે અનેક પ્રયાસો કર્યાં, તની પાસે બેગના માલિકનો નંબર પણ નહતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પોલને એ યાદ હતું કે, બેગ રિક્ષામાં ભુલી ગયો છું પણ રિક્ષાનો નંબર કે ડ્રાઈવરનો નંબર તેમની પાસે નહતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને રિક્ષા ડ્રાઈવરનો પત્તો મેળવ્યો હતો.

મહત્વની વાત એ છે કે, પોલીસ રીક્ષા ચાલક પાસે પહોંચે તે પહેલાં તો તે પોતે બેગ લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો જ્યારે રીક્ષા ચાલકે બેગ પરત માલિકને આપી તો માલિકની આંખોમાં આસું આવી ગયા હતાં.