આધુનિક ટેક્નોલોજી ગઈ ફેલ, બધાએ હથિયાર હેઠા મૂક્યા, ‘દેશી જુગાડ’થી માસૂમને બોરવેલમાંથી બહાર કઢાયો

આપણે ભલે મોર્ડન ટેક્નોલોજીના આગ્રહી રહ્યા પણ આપણી દેશી ટેક્નોલોજી પણ કંઈ કમ નથી. આવો જ એક એવો મામલો સામે આવ્યો છે જે વાંચીને તમને આપણી દેશી જુગાડુ ટેક્નોલોજી પર માન થઈ આવશે. રાજસ્થાનના જાલોરમાં એક ચાર વર્ષનું બાળક 90 ફુટ ઉંડા બોરવેલમાં પડી ગયું હતું. રડી રડીને પરિવારના સભ્યોની હાલત કફોળી બની ગઈ હતી. બાળકને બચાવવા માટે અનેક ગામોથી નિષ્ણાતોની ટીમ બોલાવામમાં આવી હતી. જ્યારે બધા થાઈ ગયા અને આધુનિક સાધનો કામે ન લાગ્યા તો વિસ્તારના એક વ્યક્તિ માધારામે દેશી ટેક્નિકથી બાળકને માત્ર 25 જ મિનિટમાં સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

રાજસ્થાનના જાલોરના સાંચરે વિસ્તારના લાછડી ગામમાં રહેતા નગારામ દેવાસીનો ચાર વર્ષીય દીકરો અનિલ ગુરુવાર, 6 મેના રોજ સવારે સવા દસ વાગ્યાની આસપાસ રમતા રમતા બોરવેલના હોલમાં પડી ગયો હતો. ઘટના બાદ વહિવટી તંત્ર ત્યાં આવ્યું હતું. તેમણે તરત જ બોરવેલમાં કેમેરો નાખીને અનિલની સ્થિતિ જોઈ તો તે જીવીત હતો. તેને પાણી અને ઓક્સિજનનો સપ્લાય આપવામાં આવ્યો. આ ઘટનાની જાણ જેમ જેમ ગામના લોકોને થતી ગઈ તેમ તેમ ભીડ જમા થવા લાગી હતી.

માસૂમ અનિલને બોરવેલમાંથી બહાર કાઢવા માટે સૌ પહેલાં SDRFની ટીમ પહોંચી હતી. જોકે, તેને સફળતા ના મળી. ઘટનાના આઠ કલાક બાદ ગુજરાતમાંથી NDRFની ટીમ આવી હતી. જોકે, તેણે જે ટેક્નિકનો ઉપયોગ કર્યો તે સફળ થયો નહીં. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ લોકોના શ્વાસ અધ્ધર થવા લાગ્યા આ જોઈને ત્યાં હાજર મધારામના નામના વૃદ્ધે પોતાને એક તક આપવાનો આગ્રહ કર્યો હોતો. મધારામ સુથાર આ વિસ્તારમાં જુગાડી બોસના નામે ફેમસ છે. તે બોરમાંથી ઈલેક્ટ્રિક મોટર બહાર કાઢવાનું કામ કરે છે.

માધારામે બાળકને બહાર કાઢવા માટે પીવીસના નેવું-નેવું ફૂટના ત્રણ પાઈપ મંગાવ્યા હતા. આ ત્રણેય પાઈપની આગળ એક ટી જોડી. આની બચ્ચે એક દરોડું બાંધી દીધું. સાથે કેમરોમાં પણ દોરડા સાથે જ બાંધી દીઘો. બાદમાં આને બોરવેલની અંદર ઉતરવામાં આવ્યું. 80 ફુટ સુધી અંદર ગયા પછી ટીને બાળકના માથા ઉપરથી થઈને પેટ સુધી પહોંચાડવામાં આવી હતી. પેટ સુધી પહોંચતા જ દરોડાને ખેંચવામાં આવ્યું હતું. જેથી ત્રણેય પાઈપ વચ્ચે બાળક ફસાઈ ગયું હતું. ત્યાર બાદ દરોડું ખેંચવાનું શરૂ કરવામાં આવ્યું. જેથી દોરજા સાથે ત્રણેય પાઈપ પણ બહાર આવવા લાગ્યા. અને ચમત્કાર થયો અને થોડીવાર પછી બાળક મધારામના હાથમાં હતું. આ રેસ્ક્યૂ માટે 25 મિનિટનો સમય લાગ્યો હતો.

બાળક બહાર આવતાં જ ત્યાં હાજર બેથી ત્રણ હજાર લોકોએ માધારામની નામે તાળીઓ પાડી જય બોલાવી હતી. બાળક બહાર આવતાં જ તેના માતા-પિતાની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા. હોસ્પિટલમાં દાખલ અનિલ હવે એકદમ સ્વસ્થ છે અને પરિવાર તેની સાથે છે.

ઉલ્લેખનીય છે કે નગારામ દેવાસીએ પોતાના ખેતરમાં હાલમાં જ નવો બોરવેલ બનાવ્યો હતો. 90 ફૂટ ઊંડા બોરવેલને લોખંડની જાળીથી ઢાંકીને રાખવામાં આવ્યો હતો. ગુરુવાર, છ મેના રોજ સવારે નગારામનો દીકરો અનિલ રમતા રમતા બોરવેલની અંદર જોવાનો પ્રયાસ કરતો હતો.

આ દરમિયાન તેનું બેલેન્સ જતું રહ્યું અને તે સીધો જ અંદર પડી ગયો હતો. જોકે, તે સમયે નજીકમાં ઊભેલા પરિવારના સભ્યે અનિલને બોરવેલમાં પડતો જોયો હતો. તેને બૂમ પાડી પરંતુ ત્યાં સુધી બહુ જ મોડું થઈ ગયું હતું.