સમલૈગિંક સંબંધ, સેક્સ ચેન્જ કરવાની ઈચ્છા: દીકરાએ પોતાના આખા પરિવારને રહેંસી નાખ્યો

એક દીકરાને સેક્સ ચેન્જ કરાવીને સ્ત્રી બનવું હતુ. બાદમાં તેને તેના પુરુષ મિત્ર સાથે લગ્ન કરવા હતા. આ અંગેની પરિવારને ખબર પડી ગઈ હતી. આથી દીકરાએ માતા-પિતા, બહેન અને નાનીની ઘાતકી હત્યા કરી હતી. પોલીસે શાતિર દિમાગના દીકરાના ષડયંત્રનો પર્દાફાશ કરી તેની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

હરિયાણાના રોહતકમાં 6 દિવસ પહેલાં થયેલી એક પરિવારના ચાર લોકોની હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જ્યાં ઘરમાં ઘૂસીને પરિવારના વડીલ અને પ્રોપર્ટી ડીલર પ્રદીપ મલિક, તેમની પત્ની બબલી, દીકરી તમન્ના અને સાસુ રોશનીને ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી. પતિ-પત્ની અને સાસુનું ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે તેમની દીકરીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ ઘટનાને બીજા કોઈએ નહીં પણ ખુદ દીકરા મોનુએ અંજામ આપ્યો હતો.

આ હત્યાકાંડમાં આરોપી દીકરા મોનુની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે, હત્યાનું કારણ પ્રોપર્ટી વિવાદ અને દીકરાના સમલૈંગિક સંબંધો હતા. મૃતક પ્રદીપે પોતાની દરેક સંપત્તિ દીકરાની જગ્યાએ દીકરી તમન્નાના નામે કરી દીધી હતી. જેને લીધે પિતા-પુત્રમાં બોલાચાલી થઈ હતી. આ કારણે અભિષેક તેના પરિવારથી નારાજ હતો.

પોલીસ મુજબ અભિષેક તેના જે લિવઇન ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે જેન્ડર બદલવા માગતો હતો. તેના ઘરે આ વાતની જાણ હતી. આ કારણે તેના લિવઇન ફ્રેન્ડના ઘરે પણ ખૂબ જ ઝઘડા ચાલતાં હતાં. બંનેની ફ્રેન્ડશીપ ચાર વર્ષ પહેલાં દિલ્હીમાં કેબિન ક્રૂની સ્ટડી વખતે થઈ હતી. તે સમયે ચાર લોકો એક રૂમમાં રહેતાં હતાં. તેમને છોડીને બાકીના બે લોકો ઘણીવાર બહાર જતાં રહેતાં હતાં.

બંને એક જ રૂમમાં રહેતાં હોવાથી બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો. બંને ચાર વર્ષથી લિવઇનમાં રહે છે. હવે લગભગ એક મહિના પહેલાં જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાને અંજામ આપી બંને જલદી જ દંપતી તરીકે વિદેશમાં ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતાં.

નાની અને મા ખુદ ઉપર રૂમમાં નહોતાં આવ્યા, બહેને બોલાવ્યા હતાં
અત્યાર સુધી મોનૂ કહી રહ્યો હતો કે, નાની બંદૂકનો અવાજ સાંભળીને નેહાનું નામ લઈને ઉપર આવ્યા હતાં. મા પણ ખાવાનું પૂછવા માટે ઉપર આવી હતી. અંતિમ દિવસે મોનૂએ આખા ઘટનાક્રમ અંગે નવી કહાની જણાવી હતી. તેણે કહ્યું કે, ”બહેનને ગોળી માર્યા પછી તેનું મોઢું તકિયાથી ઢાંકી દીધું હતું. આ પછી નાનીને બૂમ પાડીને ઉપર બોલાવ્યા હતાં.

નાની ઉપર આવ્યા ત્યારે તે દરવાજાની પાછળ ઊભો રહી ગયો અને તેના નાનીને ગોળી મારી દીધી હતી. આ પછી મોનૂએ તેના મમ્મીને બૂમ પાડીને બોલાવી અને કહ્યું, નાની ખબર નહીં શું થઈ ગયું છે. મા બબલી જલદી-જલદીમાં ઉપર રૂમમાં પહોંચી. તે પાછળ-પાછળ દોડીને આવી અને મા રૂમમાં દાખલ થતાં જ તેને પાછળથી ગોળી ધરબી દીધી.”

માના ઘરેણાં ઉતારી તેને રૂમ બંધ કરી દીધો
મોનૂએ જણાવ્યા મુજબ તેણે પોતાની માના ઘરેણાં ઉતાર્યા અને ત્રણેયને રૂમમાં બંધ કરી દીધા. બહારથી લોક કરી ચાવી પોતાની સાથે લઈ નીચે તેના પિતાના રૂમમાં આવ્યો. રૂમમાં તેના પિતા બબૂલ પહેલવાન ફોન પર વાત કરતાં હતા. ત્યારે તેને પાછળ ઊભા રહીને માથામાં ગોળી ધરબી દીધી. બે ગોળી વાગવા છતાં બબલુએ ઉઠવાનો પ્રયત્ન કર્યો તો તેને બીજી એક ગોળી મારી દીધી.

આ પછી મોનૂએ તેના પિતાના હાથમાંથી 11 તોલાના વજનવાળું કડુ કાઢી લીધું અને તેમને પણ રૂમમાં લોક કરી ચાવી પોતાની પાસે રાખી લીધી. તેને વોર્ડરોબ સહિત ઘરના દરેક લોકની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. મોનૂ મુજબ, તેને મા-બાપના ઘરેણાં એટલે ચોરી કર્યા કેમ કે દરેક મામલે લૂટફાટ માટે અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હોવાનું લાગે.