ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના પૌત્રનું ગ્રાન્ડ મેરેજ રિસેપ્શન યોજાયું, VIP હસ્તીઓનો જમાવડો

હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલુ છે ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્રનું લગ્ન રિસેપ્શન યોજાયું હતું જેમાં ગુજરાતના ઘણાં રાજકારણીઓ જોવા મળ્યા હતાં. નિલરાજસિંહના લગ્ન રિસેપ્શનમાં મહેમાનો માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઘણી તસવીરો સામે આવી છે.

ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્ર નિલરાજસિંહના લગ્ન યોજાયા હતાં. લગ્ન રિસેપ્શનમાં અદભુત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ગુજરાતના ઘણાં રાજકારણીએ હાજરી આપી હતી અને રિસેપ્શનમાં મજા માણી હતી.

12 માર્ચના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં શંકરસિંહ વાઘેલાનો રજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળ્યા હતાં જેમણે જમવાનું ભરપુર આનંદ માણ્યો હતો.

આ ગ્રાન્ડ રિસેપ્શનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડાયરા કિંગ માયાભાઈ આહીર હાજર રહ્યા હતાં. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ હાજરી આપી હતી.

નોંધનીય છે કે, ગાંધીનગર રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી. જોકે, આ મુલાકાત કોઈ રાજકીય ન હતી પરંતુ શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નના સત્કાર સમારોહનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું.

શંકરસિંહ વાઘેલા પોતાના પૌત્રના લગ્નનું આમંત્રણ પીએમ મોદીને આપવા રાજભવન આવ્યા હતા. 12 માર્ચના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્કાર સમારોહ યોજાયો હતો.

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું.

શંકરસિંહનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સક્રિય સભ્ય હતા પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.