સાડી પહેરીને આ ભારતીય મહિલાએ કર્યા ગજબના સ્ટંટ્સ, એકવાર તો શ્વાસ અદ્ધર થઈ જ જશે

ઇન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં કંઈ પણ યૂનિક અને બહુજ અલગ પ્રકારની વસ્તુ કરવા પર લોકો ઘણા તેજીથી વાયરલ થઈ જાય છે. છેલ્લાં થોડા વર્ષોમાં આવો જ એક કોન્સેપ્ટ ઘણો પોપ્યુલર થઈ રહ્યો છે. કોઈ મહિલાઓ સાડીમાં બેકફ્લિપ જેવા પડકારરૂપ વસ્તુઓને અંજામ આપી રહી છે. અને સોશિયલ મીડિયા પર આ મહિલાઓનાં વીડિયો ઘણા વાયરલ પણ થઈ રહ્યા છે.

24 વર્ષીય ભારતીય જિમ્નાસ્ટ પારુલ અરોરા અંબાલા સાથે તાલ્લુક રાખે છે અને તે છેલ્લા 15 વર્ષથી જિમ્નેસ્ટિક્સની તાલીમ લઈ રહી છે. તેણે 35 સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. તેના જિમ્નેસ્ટિક્સ વીડિયો સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર 5 થી 10 હજાર જેટલી લાઈક્સ મેળવે છે, પરંતુ જ્યારે તે સાડીમાં આ સ્ટંટ કરે છે ત્યારે આ સંખ્યા લાખોમાં પહોંચી જાય છે.

અરોરાએ મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘લોકો ખાસ કરીને મહિલાઓ સાડીમાં સ્ટંટનો વીડિયો ઘણો પસંદ કરે છે કારણ કે આ મહિલાઓ જાણે છે કે સાડીમાં બેસિક મુવમેન્ટ કરવી પણ ઘણી મુશ્કેલ હોય છે.તો ક્યાંક આ મહિલાઓને પ્રેરિત કરે છે. સાડીમાં બેકફ્લિપ અથવા કાર્ટ વ્હીલ્સ કરવું પડકારજનક છે અને આ સ્ટન્ટ્સની મદદથી હું લોકોને પ્રેરણા આપવા માંગું છું.

પારુલ અરોરાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ટ્રિપલ બેકફ્લિપ કરતી જોવા મળી હતી. અરોરા રાષ્ટ્રીય કક્ષાના ગોલ્ડ મેડલ વિજેતા છે. આ પહેલા ઓગસ્ટમાં તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે સાડી પહેરેલી એક મિત્ર સાથે જિમ્નેસ્ટિક્સ કરતી જોવા મળી હતી. પારુલે કહ્યું કે તે આ સ્ટન્ટ્સ કરતી વખતે ત્રણ વખત પડી છે અને ખાસ કરીને સાડીઓમાં આ સ્ટન્ટ્સ કરવા મુશ્કેલ છે.

ઓક્ટોબર 2020થી, 17 વર્ષની આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલિસ્ટ મિલી પણ સરકારી વિડિઓઝ પર ખૂબ ટ્રેંડ થઈ રહી છે. તે ઘણી વાર ઘણા આઉટફિટ્સમાં સ્ટંટ પણ કરે છે પરંતુ તેની સાડીમાં સ્ટન્ટ્સ એકદમ લોકપ્રિય છે. આ સિવાય ગયા વર્ષે સપ્ટેમ્બરથી ઇશ્ના કુટ્ટી નામની મહિલા પણ સાડી પહેરીને હુલા હૂપ અને બેકફ્લિપ જેવા સ્ટન્ટ્સ કરી રહી છે અને તેના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.