કરીના કપૂરને જાય છે પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસો, હજીય નથી રહેતી ઘરમાં

કરીના કપૂર અત્યારે તેનો પ્રેગ્નન્સિ પિરિયડ એન્જોય કરી રહી છે. કરીના પ્રેગનેન્સીમાં ઘરે બેસવાની જગ્યાએ ક્યારેક ક્લિનિક અને શૂટિંગની જગ્યા પર સ્પૉટ થતી રહે છે. શનિવારે કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂરના ઘરની બહાર જોવા મળી હતી. તેમની સાથે દીકરો તૈમુર અલી ખાન પણ હતો. સામે આવેલા ફોટામાં કરીના કપૂર એક હાથે તેના વધેલા પેટને અને એક હાથે દીકરાને સંભાળતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ઘણીવાર વીકેન્ડ પર કરીના તેની બહેનને મળવા જતી હોય છે. કરીનાની પ્રેગ્નન્સિ અંગે સમાચાર આવ્યા હતા કે તે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં તેના બીજા બાળકને જન્મ આપી શકે છે, પણ હવે તેમની ડિલિવરીની ડેટ સામે આવી ગઈ છે. સૈફ અલી ખાને ખુલાસો કરતા કહ્યું હતું કે, કરીના ફેબ્રુઆરી મહિનામાં બાળકને જન્મ આપશે.

સામે આવેલા ફોટોમાં કરીનાએ બ્લેક કલરનો ટ્રેક સુટ પહેર્યો હતો. તેમણે સેફટી માટે ચહેરા પર માસ્ક પહેર્યું હતું. ગોગલ્સ પહેરવાની સાથે તેમને પોતાના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા.

વાત કરીએ કરીનાના દિકરા તૈમુરની તો, તે આ વખતે સારા મૂડમાં જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તૈમુરના જેટલા ફોટો અથવા વીડિયો સામે આવ્યા તેમાં તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થતા જોવા મળ્યો હતો. આ વખતે તેને ફોટોગ્રાફરનું અભિવાદન કર્યું હતું.

કારમાંથી ઊતરીને કરિનાએ દીકરાનો હાથ હલાવી ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન તૈમુર બ્લેક કલરની ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. દીકરાની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરિનાએ તેને પણ માસ્ક પહેરાવ્યું હતું.

મમ્મી કરીના સાથે કારમાંથી ઊતરી તૈમુર ફોટોગ્રાફર્સને એક જ નજરે જોતો રહ્યો હતો. પછી જેવું તેનાં મમ્મીએ ફોટોગ્રાફર્સને જોઈ અભિવાદન કર્યું તો તૈમુરે પણ ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું.

કરીના જ્યારે પણ પોતાની બહેન કરિશ્મા અથવા મા બબીતા કપૂરના ઘરે જાય છે ત્યારે પોતાના દીકરા તૈમુરને જરૂર સાથે લઈ જાય છે. જ્યારે કરીના કોઈ કામ અંગે તેના ઘરની બહાર નીકળે છે ત્યારે તૈમુર ઘરે જ ટાઈમ સ્પેન્ડ કરે છે. તેમની સારસંભાળ નૈની રાખે છે.

પ્રેગ્નન્સિમાં કરીનાનું વજન ખૂબ જ વધી ગયું છે. જેને લીધે તેમને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે. એટલું જ નહિ પ્રેગ્નન્સિને લીધે તેમના પગમાં પણ સોજા ચડી ગયા છે.