લગ્ન થાય તે પહેલાં જ આ જવાન દેશ માટે થયો શહીદ, મરતાં પહેલાં માતા સાથે કરી હતી વાત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં બુધવારે સેનાનો એક જવાન શહીદ થયો હતો. જોધપુર જિલ્લાના ખેજડલાના રહેવાસી 23 વર્ષના લક્ષ્મણ બોર્ડર પર દુશ્મનો સાથે બહાદુરીની સાથે લડતો હતો તે દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે જવાન શહીદ થયો હતો.

ખેડજલામાં પોતાના લાડલા લક્ષ્મણ શહીદ થયાના સમાચાર મળતાં જ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. શહીદના સન્માનમાં ગામનું બજાર સંપૂર્ણ બંધ છે. તેના પરિવારમાં માતા-પિતા અને એક નાનો ભાઈ અને બહેન છે. તેના પિતા ખેતી કરે છે. મહત્વની વાત એ છે કે, બ મહિના બાદ લક્ષ્મણના લગ્ન લેવાના હતાં. પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આવતાં મહિનાના અંતમાં લક્ષ્મણ રજાઓ લઈને ઘરે આવવાનો હતો તે પાંચ વર્ષ પહેલા સેનામાં ભરતી થયો હતો.

રક્ષા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લાના સુંદરબાની સેક્ટરમાં ગોળીબાર શરૂ કર્યો હતો. દુશ્મનોના ગોળીબારમાં દેશના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ ગોળીબારમાં લક્ષ્મણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન જવાન શહીદ થયો હતો.

પ્રવક્તાએ કહ્યું કે, સિપાહી લક્ષ્મણ એક બહાદુર સૈનિક હતો. રાષ્ટ્ર તેના સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્યના પ્રતિ સમર્પણ માટે હંમેશા તેમનો ઋણી રહેશે. આ પહેલા પણ રાજસ્થાનના જોધપુર જિલ્લા ત્રણ જવાનો શહીદ થયા હતાં.

લક્ષ્મણનો પરિવાર પોતાના લાડલા પુત્રના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો. બે મહિના પહેલા રજાઓ લઈને ઘરે આવેલ લક્ષ્મણે પોતાનું નવું ઘર પણ તૈયાર કરાવ્યું હતું જે હજુ પણ ચાલુ જ છે. એવામાં સવારે તેણે પોતાના ઘરે ફોન કરીને તેની માતા સાથે વાત કરી હતી તે દરમિયાન મકાનનું કામકાજ કેવું ચાલે છે તેની ચર્ચા પણ કરી હતી.

ત્યાર બાદ પરિવારના સભ્યોના હાલચા લ પણ પૂછ્યા હતાં. લક્ષ્મણ પોતાના લગ્ન પહેલા મકાનનું કામ પૂર્ણ કરવા માંગતો હતો. મિત્રની સાથે વાત કરતાં તેણે તેના જૂના મિત્રોને પણ યાદ કર્યાં હતાં. લક્ષ્મણની પ્રેરણાથી તેનો નાનો ભાઈ પણ સૈન્યમાં જોડાવવા માટે તૈયારીઓ કરી રહ્યો છે.

પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આવતાં મહિનાના અંતમાં લક્ષ્મણ રજાઓ લઈને ઘરે આવવાનો હતો તે પાંચ વર્ષ પહેલા સેનામાં ભરતી થયો હતો.