સલમાન ખાન બન્યો રસોઈયો, ચૂલા પર રસોઈ બનાવતો હોય તેવો વીડિયો મચાવે છે ધૂમ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન હાલ બિગ બોસ 14ને લઈને ચર્ચામાં છે ત્યારે થોડા દિવસ પહેલાં જ સલમાન ખાને પોતાનો 55મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. લોકડાઉન દરમિયાન તમે દબંગ ખાનના અનેક વીડિયો જોયા હશે. સલમાનના ખેતી કરતાં, ઘોડેસવારી કરતા અનેક વીડિયો વાયરલ થયા હતા. તેવામાં હવે સલમાનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવે છે. જેમાં તે ચૂલા પર રસોઈ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો અભિનેત્રી અને સલમાન ખાનની બહેન બીના કાકે શેર કર્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, અભિનેતા સલમાન ખાન ચૂલા પર જમવાનું બનાવી રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ બીના કાક દબંગ ખાનને ભોજન બનાવવામાં મદદ કરી રહી છે. વીડિયોમાં સલમાન આદુ-લસણનો વઘાર કરતો જોવા મળી રહ્યો છે. બીના કાક સલમાન ખાનને ધાણાજીરૂ આપી રહી છે તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. ત્યાર બાદ તે સલમાનને પૂછે છે કે, આ શું છે તો સલમાન હસતા-હસતા કહે છે કે આ ભૂસુ છે.

આ વીડિયોને બીના કાકે પોતાના ફેસબુક એકાઉન્ટ પર સલમાન ખાનના બર્થ ડે પર શેર કર્યો હતો. વીડિયોને અત્યાર સુધી ચાર મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સલમાન ખાનના આ વીડિયો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘અંતિમ’નો તાજેતરમાં જ એક વીડિયો રીલિઝ થયો હતો. જેમાં તે એક શીખ કૉપની ભૂમિકામાં નજરે આવ્યો હતો. આ ઉપરાંત સલમાન ખાન જલ્દી જ ફિલ્મ ‘રાધે:યોર મોસ્ટ વોન્ટેડ હીરો’માં પણ નજરે આવશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે એક્ટ્રેસ દિશા પટાની અને રણદીપ હુડ્ડા લીડ રોલમાં નજરે આવશે.