આ બોધકથા તમને વિચારવા કરશે મજબૂર, કેમ ખરાબ લોકોની સાથે ના રહેવું જોઈએ?

આપણે જે લોકો સાથે રહીએ છીએ, આપણો સ્વભાવ પણ તેમના જેવો જ થઈ જાય છે. એટલા માટે સારા લોકોની સંગત કરવા માટે હંમેશા કહેવામાં આવે છે. ખરાબ લોકોથી દૂર રહેવું જોઈએ. સંગતની અસર કેવી હોય છે, તે અંગે એક લોકકથા પ્રચલિત છે.

પ્રચલિત લોકકથા મુજબ, હજારો વર્ષ પહેલાં એક રાજા જંગલમાં શિકાર માટે ગયો હતો, જ્યાં તે રસ્તો ભૂલી ગયો હતો. રાજા જંગલમાં ખૂબ જ અંદર સુધી જતો રહ્યો હતો. તેની પાસે ખાવા-પીવાની પણ વ્યવસ્થા નહોતી. રસ્તો શોધતા-શોધતાં રાજા ખૂબ થાકી પણ ગયો હતો.

રાજા થાકીને એક ઝાડ નીચે બેસી ગયો. ત્યારે તેમને એક પોપટનો અવાજ સંભળાયો. પોપટે કહ્યું, ‘પકડો રાજા આવ્યો છે, તેને લૂંટી લોં’ રાજા પોપટની વાત સાંભળી ડરી ગયો. થોડીવાર પછી એક લૂંટારો ત્યાં આવ્યો. રાજા છુપાઈને તેનાથી આગળ જતો રહ્યો.

રાજા ભાગતાં-ભાગતાં ફરી થાકી ગયો હતો. આરામ માટે તે એક ઝાડ નીચે બેસી ગયો. રાજાને ફરી એક પોપટનો અવાજ સંભળાયો. પોપટ કહેતો હતો કે, ‘અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે, ઠંડું જળ ગ્રહણ કરો. અમારા આશ્રમમાં વિશ્રામ કરો.’

પોપટની આ વાત સાંભળી રાજા હેરાન હતો. તેને આસપાસ જોયું ત્યાં એક આશ્રમ દેખાયો. રાજા આશ્રમમાં પહોંચ્યો તો ત્યાં એક સંત બેઠા હતાં. રાજાએ સંતને પ્રણામ કર્યું અને આખી વાત જણાવી. સંતે રાજાને ખાવા-પીવાનું આપ્યું.

ભોજન પછી રાજાએ પોપટ વિશે સંતને પૂછ્યું. સંતે કહ્યું કે, ‘આ બધી સંગતની અસર છે. આશ્રમમાં રહેતો પોપટ દિવસભર સાધુ-સંતોના પ્રવચન સાંભળે છે. જેને લીધે તે સારી વાત બોલતા સીખી ગયો. બીજી બાજુ તે પોપટ લૂંટારાઓની આસપાસ રહે છે. તે દરરોજ લૂંટારાની વાત સાંભળે છે તો તે તેમની બોલી સીખી ગયો છે.’

સંતે રાજે સમજાવ્યા કે, ‘આ બધી સંગતની અસર છે. એટલે આપણે હંમેશા સારા લોકોની સંગતમાં રહેવું જોઈએ. ખરાબ લોકોથી દૂર રહેવું જોઈએ. આપણે જેવા લોકો સાથે રહીએ છીએ, આપણો સ્વભાવ પણ તેમના જેવો થઈ જાય છે. જો કોઈ વિદ્વાન મૂર્ખ સાથે રહે તો તેનામાં મૂર્ખતાના ગૂણ આવવા લાગે છે. એટલે કોઈ અજ્ઞાની જ્ઞાની લોકો સાથે રહેશે તો તે જ્ઞાન જરૂર પ્રાપ્ત કરશે.’