પરિવાર અને સમાજની સામે પડી દિકરીએ વિધવા માતાના કરાવ્યા બીજા લગ્ન

દોસ્તો, આપણા સમાજમાં વિધવા મહિલાઓનું જીવન કેટલું મુશ્કેલ ભરેલું હોય છે,આ કડવી સચ્ચાઈ કોઈથી છુપાયેલી નથી.અહીં, જ્યારે સ્ત્રી વિધવા થઈ જાય છે, તો બીજા લગ્નની વાત સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરે છે. ખાસ કરીને, જો 40 પછી વિધવા થયા પછી કોઈ સ્ત્રી ફરીથી લગ્ન કરે છે તો સમાજના કેટલાક ઠેકેદારો તે વાત હજમ કરી શકતા નથી.

પરંતુ જયપુરમાં રહેતી સંહિતા અગ્રવાલે સમાજની ચિંતા કર્યા વગર પોતાની 53 વર્ષીય વિધવા માતા ગીતા અગ્રવાલને ફરીથી લગ્ન કરાવી એક નવો દાખલો બેસાડ્યો હતો. તેમણે તેમની માતાના બીજા લગ્ન 2018માં કરાવ્યા હતા. હકીકતમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Quora પર કોઈએ તેમને સવાલ કર્યો હતોકે,’તમે તમારા જીવનમાં કયું કામ કર્યું છે જેના પર તમને સૌથી વધુ ગર્વ છે?’

આ અંગે સાહિંતાએ લખ્યું હતુ કે “મારી વિધવા માતાના પુનર્લગ્નના નિર્ણય પર મને ગર્વ છે.” આ સાથે, આ નિર્ણય લેવા પાછળ સંહિતાએ હૃદયસ્પર્શી વાર્તા પણ સંભળાવી હતી જે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. સંહિતા કહે છે કે…

“મારા પિતાનું 52માં વર્ષમાં અવસાન પછી, હું, મારી મોટી બહેન અને મારી 50 વર્ષીય માતા એકલા પડ્યા હતા. તે સમય અમારા માટે ખૂબ જ દુખદ હતો. મારા પિતાના મૃત્યુના 6 મહિના પછી પણ, હું અને મારા માતા તે જગ્યાને જોઈને રડતાં હતાં જ્યાં અમે અમારા પિતા સાથે બેસીને ગપ્પા મારતા અને સાથે જમતા હતા. મારી બહેન પરણિત હોવાને કારણે તેણે પોતાની જાતને તેમાં વ્યસ્ત કરી દીધી હતી. પરંતુ હું અને મારી માતા મારા પિતાને ગુમાવવાના દુખમાં દરરોજ રોતા હતા.

મને હજી પણ યાદ છે કે મારી માતા ભગવાનની મૂર્તિ સામે ‘કેમ તમે મારા પતિને છીનવી હતી’ તેવી બૂમો પાડતા હતા? જ્યારે હું સાંજે ઓફિસથી ઘરે પાછી ફરતી ત્યારે મારી માતા સીડી પર ઉદાસ બેસી રહેતી. તેણી મને જોઈને થોડો રાહતનો શ્વાસ લેતી હતી કે ચલો થોડા સમય માટે તે પોતાની જાતને મારી સાથે વ્યસ્ત રાખી શકશે. હું તો એમ પણ થોડો સમય ઓફિસમાં વ્યસ્ત રહેવાને કારણે પાપાના દુખને હજી ભૂલી જતી હતી, પરંતુ આખો દિવસ ઘરે એકલા પાપાને યાદ કર્યા પછી મારી માતા ઉદાસ રહેતી હતી. ક્યારેક-ક્યારેક તે રાત્રે પપ્પાનું નામ બોલતી હતી અને સપનામાંથી અચાનક જાગીને પુછતી હતીકે, પપ્પા ક્યા છે?

આ પછી મારી નોકરીને કારણે બીજા શહેરમાં જવું પડ્યું હતુ. મેં મારા શહેરમાં ઘણી નોકરીઓ શોધી હતી, પરંતુ મારા અનુસાર મને નોકરી મળી શકી ન હતી. જ્યારે હું બહાર કામ કરવાનું શરૂ કરતી હતી, ત્યારે હું વીકેન્ડનાં અંતે મારી માતાને મળવા ઘરે આવતી હતી. હું વિચારતી હતી કે માત્ર શનિવારે રવિવાર જ ભલે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ હું મારી માતાનું ધ્યાન કોઈ બીજી જગ્યાએ લગાવી શકું. જ્યારે હું નોકરી છોડવાની વાતો કરતી તો માતા કહેતી હું મારું ધ્યાન રાખીશ તું નોકરી છોડીશ નહી.

જ્યારે મને નવા શહેરમાં નોકરી કરતાં 3 મહિના જેવું થયુ, ત્યારે મેં વિચાર્યું કે હવે બહુજ થયુ. હવે મા માટે મારે કંઈક કરવું જોઈએ. બસ ત્યારે જ મેં ફરીથી મારી માતાના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. મેં મેટ્રિમોની વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવ્યું અને મારી માતા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું. હું માતા માટે એક એવા વ્યક્તિ ઇચ્છતી હતી. જેણે પોતાની જીવનસાથી ગુમાવી હોય જેથી તે મારી માતાની પીડા સમજી શકે. મેં ઘણા લોકો સાથે વાત કરી અને અંતે મારી શોધ કેજી ગુપ્તા (55) નામની વ્યક્તિ પર પુરી થઈ. મને તેઓ ઘણા સમજદાર લાગ્યા હતા. તેમણે પણ કેન્સરને કારણે તેમની પત્ની ગુમાવી હતી. તેથી તેઓ મારી માતાની લાગણીઓને ખૂબ સારી રીતે સમજી શક્યા હતા.

જીવન માટે જીવનસાથીની શોધ કર્યા પછી માતા માટેનું સૌથી મુશ્કેલ કાર્ય માતાને લગ્ન માટે મનાવવાનું હતું. જ્યારે મેં તેમને તેના બીજા લગ્ન વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ‘સમાજ શું કહેશે? લોકો કટાક્ષ કરશે. આના કરતાં શ્રેષ્ઠ, હું આખી જિંદગી એકલા રહીશ. ‘પણ મેં તેને સમજાવ્યું કે જ્યારે તમે 80 વર્ષના થશો, ત્યારે તમે બીમાર થશો, તો આ સંબંધી કે સમાજ તમારી સંભાળ નહીં કરવા આવે. એ સમયમાં ફક્ત જીવનસાથી જ કામમાં આવે છે. સમાજ માટે તમારું જીવન ન જીવો. તમારા માટે તમારા જીવનને જીવો.

ત્યારબાદ મારી માતા માની ગયા હતા અને અમે 53 વર્ષની ઉંમરે તેના બીજા લગ્ન કરાવ્યા હતા. આજે મારી માતા તેનાં નવા જીવનસાથી સાથે બહુજ ખુશ છે. અને જ્યારે પણ હવે હું કોલ કરું છું તો તે એવું નથી કહેતી કે, હું મારું ધ્યાન રાખી લઈશ પરંતુ એવું કહે છે કે, આ મારું ધ્યાન બહુજ રાખે છે. મને મારી માતાનાં બીજા લગ્ન કરાવવાનો ખૂબજ ગર્વ છે.

દોસ્તો આ કહાનીને તમારા લાકો સાથે શેર કરવાનો એક જ હેતુ હતોકે, આપણે આપણા જુનવાણી વિચારોને બદલીએ અને આજનાં સમયમાં દરેકને એવા સાથીની જરૂર હોય છે જે તેનું ધ્યાન રાખી શકે, જેની સાથે તે પોતાનું સુખ-દુખ વહેંચી શકે. એવામાં જો કોઈ વિધવા કે છૂટાછેડા આપેલી મહિલા બીજા લગ્ન કરે છે, તો તેની કોઈ પણ ઉંમર હોય આપણે તેનાં નિર્ણયને અપનાવવો જોઈએ નહીકે તેને ટોન્ટ મારવા જોઈએ.