સંજુબાબાની દીકરીએ કહ્યું, પૂર્વ પ્રેમીએ મારો ઘણો જ ફાયદો ઉઠાવ્યો, મારી સાથે ઘણું જ ગંદું વર્તન કરતો

બોલિવૂડ અભિનેતા સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત પોતાની પર્સનલ લાઈફને લઈને બહુ જ ચર્ચમાં રહે છે. ઈટલી મૂળના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ ત્રિશાલા ઘણીવાર પોતાના રિલેશન પર દુખ વ્યક્ત કરી ચૂકી છે. હાલમાં જ એક સવાલ-જવાબ સેશનમાં ત્રિશાલાએ એક્સ બોયફ્રેન્ડ દ્વારા તેની સાથે કરવામાં આવેલ વર્તનને લઈને ખુલાસો કર્યો હતો. તેણે આની પર એક લાંબી વાર્તા કરી હતી.

ત્રિશાલાએ આ સેશનમાં કહ્યું હતું કે, કેવી રીતે તેના એક્સ બોયફ્રેન્ડે કચરાંની જેમ તેનો ઉપયોગ કર્યો. તે લખે છે- વર્ષો પહેલા હું જેને ડેટ કરી રહી હતી અને હું તેને ડેટિંગ એટલા માટે કરતી હતી કારણ કે તેનામાં હું પોતાને જ ડેટ કરતી હતી, તે તો તેમાં ક્યારેય હતો જનહીં પરંતુ મારે તે વ્યક્તિને મનાવવો પડ્યો કે સાથે રહેવાનો એક સારો આઈડિયા હોઈ શકે છે.

મને યાદ છે મેં તેને આ અંગે વિચારવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. Wow! જુઓ, પોતાનું આત્મ-સન્માન પાછળ છોડી દીધું હતું, પોતાના માટે ઈજ્જત નહોતી, જીરો બાઉન્ડ્રી હતી, ક્યાંક ને ક્યાંક પોતાની જાતને નફરત કરતી હતી.

ઠીક છે, લાંબા કહાની છે, તે મારી સાથે ખરાબ રીતે વર્તન કરતો હતો. પરંતુ દરરોજ હું એ જ વિચારતી હતી કે, તેનો દિવસ ખરાબ રહ્યો. વિચારતી હતી કે, હાલ જે સમયમાંથી હું પસાર થઈ રહી છું તે એટલા માટે સારો છે, આગામી દિવસોમાં સ્થિતિ સારી થઈ જશે. પરંતુ તે ક્યારેય થયું નહીં અને તે બગડતો ગયો.

વધુમાં પોતાની વાર્તામાં ત્રિશાલાએ એક્સ બોયફ્રેન્ડના ખરાબ વર્તન વિશે વધુ ખુલાસો કર્યો હતો. તે ધીરે-ધીરે મને મારા મિત્રોથી અલગ કરતો ગયો. મને તેના વગર કેવી રીતે જિંદગી જીવાય તેનો અહેસાસ કરાવ્યો. જ્યારે પણ હું બહાર જતી હતી ત્યારે હું તેને મેસેજ કરી દેતી હતી અને જ્યારે ઘરે પરત ફરતી હતી ત્યારે તે મને મ્હેણા મારતો હતો, ઓહ કોઈ આજે ઘરે મોડા આવ્યું છે.

ત્રિશાલાએ વધુમાં લખ્યું હતું કે, મેં મારા મિત્રો સાથે મળવાનું બંધ કરી દીધું, પોતાની વફાદારી સાબિત કરવા માટે જ્યારે તે પોતાની જિંદગી ગુજારતો રહ્યો. મિત્રોની સાથે બહાર જતો હતો અને તમને ખબર છે કે હું ઘર પર રહું કે બહાર તે મારી સાથે બહુ જ ખરાબ રીતે વર્તન કરતો હતો. હું કરું તો પણ અને ના કરું તો પણ.

મેં પોતાની ઉપર વર્ષો સુધી કામ કર્યું અને પોતાની અંતરઆત્માને જાણવાની કોશિશ કરી કે, હું કેમ આવા સંબંધમાં છું જેના વિશે હું પહેલેથી જાણ છું. હું પોતાને ટોક્સિક વ્યવહાર માટે ઉભી થઈ કે તેને પોતાની સાથે આવું વર્તન કરવાની પરવાનગી આપી. મેં તે સ્વીકાર કર્યો અને હું મારી જાત પર શર્મિદા છું પરંતુ હવે હું સમજી ગઈ, શીખી લીધું અને હવે હું અહીં છું.