બાળકીના ગળામાં ઝેરી કોબ્રા એક કલાક સુધી વિંટાળી રહ્યો, હચમચાવી દેતી તસવીરો

એક ખૂબ જ શોકિંગ બનાવ સામે આવ્યો છે. 7 વર્ષની માસૂમ બાળક જ્યારે ઘરમાં ઉંધી રહી હતી ત્યારે રાત્રે 11 વાગ્યે એક ઝેરી કોબ્રા તેની ગળે વિંટળાઈ ગયો હતો. અંદાજે એક કલાક સુધી ખતરનાક સાપ તેના ગળે વિંટળાઈ રહ્યો હતો અને ફેણ લગાવીને બેસી ગયો હતો. બાદમાં સાપે બાળકીને દંશ મારીને ભાગી ગયો હતો. માસૂમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગેની તસવીરો વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. શોકિંગ તસવીરો ખૂબ વાઈરલ થઈ રહી છે.

આ હચમચાવી દેતી ઘટના મહારાષ્ટ્રના વિર્ધા જિલ્લાના બોરખેડી કલાં નામની છે. અહીં 7 વર્ષની પદ્માકર ગડકરી નામની બાળકી તેના ઘરમાં ઉંઘી રહી હતી. અચાનક 11 વાગ્યે આંખી ખુલ્લી તો બાળકી રાડો પાડવા લાગી હતી. દીકરોનો અવાજ સાંભળીને માતા-પિતા પણ જાગી ગયા હતા અને સામેનો નજારો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

માતા-પિતાએ જેમ તેમ કરીને સાપ પકડનાર વ્યક્તિને બોલાવી હતી. સાપના નિષ્ણાતે આવીને કહ્યું હતું કે આ ખૂબ જ ઝેરી કોબ્રા છે. અંદાજે એક કલાક સુધી સાપ ફેણ લગાવીને બેઠો રહ્યો હતો. ડરેલી બાળકીએ જેવી થોડીક હલચલ કરી કે સાપે તેને દંશ પણ મારી દીધો હતો. સાપે દંશ મારીને ઘરની બહાર ભાગી ગયો હતો. બાળકીને સારવાર માટે સેવાગ્રામ હોસ્પિટલમાં લાવવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે.