શરીરની બહાર છે હૃદય છતાંય સહેજ પણ ડર્યા વગર આ છોકરી જીવે છે એકદમ મોજથી

અમેરિકામાં રહેતી એક છોકરી ખૂબ જ દુર્લભ સમસ્યામાંથી પસાર થઈ રહી છે. Virsaviya Goncharova નામની આ યુવતીની પેન્ટાલૉજી ઓફ કંટ્રોલ નામની કંડીશન છે, જેના કારણે તેના પેટની માંસપેશીઓ અને પાંસળીઓ ખોટી રીતે ફોર્મ થઈ છે. ગોંચારોવાને આ સ્થિતિને લીધે કોઈ દુખાવો થતો નથી, પરંતુ આ કારણે તેનું હૃદય એક્સપોઝ થઈ ગયું છે. નોંધનીય છે કે, આવો જ ેક કિસ્સો ગુજરાતના આંગણે પણ જોવા મળી ચૂક્યો છે. આણંદના એક ગામમાં યુવકને શરીરની બહાર હ્રદય બહાર જોવા મળ્યું હતું. આ જોઈને પહેલા તો ડોક્ટર પણ ચોંકી ગયા હતાં.

આ સિવાય તેના હૃદયમાં એક કાણું પણ છે. ગોંચારોવાને ઘણી વાર તેના સંજોગોને કારણે હોસ્પિટલમાં સમય પસાર કરવો પડે છે. 2020ના વર્ષની શરૂઆતમાં, તેનું ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટવા લાગ્યું, જેના પછી તેને ઈમરજન્સીનાં રૂમમાં લઈ જવામાં આવી અને પછીના બે અઠવાડિયામાં હોસ્પિટલમાં સમય પસાર કર્યા પછી, ગોંચારોવાના ઓક્સિજનનું સ્તર સામાન્ય થઈ ગયું.

દારીએ 2015 માં રશિયાથી અમેરિકા આવવાનું નક્કી કર્યું. તેણે આશા વ્યક્ત કરી કે તે અમેરિકામાં તેની પુત્રી માટે સર્જરી કરાવી શકશે જેથી તેના હ્રદયનું કાણું બંધ થઈ શકે અને પુત્રી સામાન્ય જીવન જીવે. જો કે, ગોંચારોવાના હાઈ બ્લડ પ્રેશરને કારણે તેના ફેફસાની ધમનીઓ અસરગ્રસ્ત છે, તેથી આ સર્જરી પણ શક્ય થઈ નથી.

ગોંચારોવા કહે છે કે, કેટલીક વખત તેમના ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું થઈ જાય છે જેથી તે ચક્કર આવે છે, પરંતુ તેમ છતાં, તે સક્રિય રહેવાનું પસંદ કરે છે અને તે તેના મિત્રો સાથે નૃત્ય અને ગીતો ગાવાનું પસંદ કરે છે. જો કે, કોરોના સમયગાળાને કારણે, તે આ વર્ષે તેના મિત્રો સાથે વધુ સમય પસાર કરી શકી નથી.

ગોંચારોવા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તે ઘણીવાર તેની માતા સાથે ફોટો શેર કરે છે અને તેના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ તેના ફોલોઅર્સ સાથે શેર કરે છે.

ગોંચારોવાને ઇન્સ્ટાગ્રામ પર ઘણા પોઝિટીવ મેસેજીસ મળે છે અને લોકો તરફથી મળેલી પોઝિટીવ પ્રતિક્રિયાઓ વાંચીને તે ખુશ છે. ગોંચારોવા કહે છે કે તેમનું હૃદય અન્ય લોકો કરતા ખૂબ અલગ છે, તે એકદમ અનોખું છે અને તે તેને પસંદ કરે છે.